જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે માટે આજરોજ મોરબી સબ જેલ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના (જજ) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને તેમની સાથે પેનલ એડવોકેટ આવેલ હતા. જેમની સાથે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના ફૂલ ટાઈમ સેક્રેટરીએ જેલમાં કામગીરીની સમીક્ષા કરી હતી અને તમામ આરોપી, કેદી /બહેનોને રૂબરૂ મળી પોતાના કેસ માટે જરૂરિયા મુજબ મફત કાનૂની સલાહ, મફત વકીલ આપવા અંગેની સલાહ આપી તમામની રજૂઆત સંભાળેલ હતી, તેમજ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા સાથે જોડાયા હતા.