એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં આજે ૭૫ માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યસભાના સાંસદ કેસરિદેવ સિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા કલેકટર સહિત મોરબી વન વિભાગના અધિકારીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ આ વન મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલા જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હાજર તમામ લોકોએ વૃક્ષો વાવવા માટે શપથ લીધા હતા.
તેમજ આ તબક્કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ મોરબીમાં રખડતા ઢોર વિશે વાત કરતા જણાવ્યું હતું કે મોરબીમાં ઘની સમસ્યા છે હું સ્વીકારું છું અને રખડતા ઢોર મામલે નગર પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં પહેલી વખત જો કોઈ ની માલિકીનું ઢોર પકડાશે તો રૂપિયા ૩૦૦૦ દંડ બીજી વખત પકડાશે તો રૂપિયા ૫૦૦૦ દંડ ફટકારવામાં આવશે તેમજ ત્રીજી વખત પકડાશે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે એટલે રખડતા ઢોર મામલે મોરબી નગર પાલિકા આકરા પગલાં લેશે તેમ જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેકટર કે.બી ઝવેરી,ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ નાયબ વન સંરક્ષક ડો.ચિરાગ અમીન સહિત મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહીત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.