મોરબી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળાઓમાં યોજાવાની છે. જિલ્લામાં ૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ રવિવારના રોજ ૧૧:00 વાગ્યાથી 0૧:00 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં આ પરીક્ષા એસ.વી.પી. કન્યા વિદ્યાલય, શ્રી ડી. જે. પટેલ કન્યા વિદ્યાલય, ઓમ શાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવયુગ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકૂલ, શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, સેંટ મેરી સ્કૂલ , ધી વી.સી. ટેક. હાઈ સ્કૂલ, નીલકંઠ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, ક્રિષ્ના સ્કૂલ મોરબી ખાતે યોજાનાર છે. આ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૧૫-૧૦-૨૦૨૩ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી 0૧:૦૦ કલાક દરમિયાન પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી તેમજ કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ તેમજ લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી તેમજ કોપિંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય નહી કરવા હુકમ ફરમાવવામાં આવેલ છે. સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી. પરંતુ પરીક્ષાર્થીઓ મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહી. ઉપરાંત ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તીને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને અથવા કોઈ સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.