મોરબીના ભડિયાદ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ગરીબ અને જરૂરિયાતમંદ 34 પરિવારોને 100 ચોરસ વાર પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જો કે આ લાભાર્થીઓને સનદ ફાળવણી કરવામાં આવી ન હતી. આથી, ભડીયાદ તેમજ ત્રાજપરમાં પણ અન્ય લાભાર્થીઓને પ્લોટ ફાળવણી કરવા માંગણી સાથે સામાજિક કાર્યકર અનિલભાઈ આંબલિયા અને અન્ય કાર્યકરોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા.
કચેરીના કમ્પાઉન્ડમાં 32 દિવસના ઉપવાસ આંદોલન દરમિયાન મોરબી તાલુકા વિકાસ અધિકારીએ લેખિત ખાતરી આપી હતી. જે પ્રાંત અધિકારી મોરબીના હુકમથી ૪ ભાગમાં નવું ગામતળ નીમ ક૨વામાં આવેલ છે. તેમાં શરત નં. ૮મા ભાગ- ૧/૩/૪ જાહેર હરરાજીથી જરુરીયાતમંદોને આપવાના, જ્યારે ભાગ-૨ ઘરથાળાના લાભાર્થીઓને 100, ચો વાર મો. આપવું તેવું નક્કી કરાયેલ હતું. તે પૈકી ૩ર લાભાર્થીઓને અગાઉ કબજા સુપરત કરી આપેલ છે. તે પૈકી ૬ પ્લોટમાં દબાણ છે. અને ગામતળ ભાગ ૧/૩/૪ જાહેર હરરાજી બાબતે સીવીલ કોર્ટ મેટર ઉભી થયેલ છે, જે કોર્ટ મેટર ચાલુ છે.આમ, ગામતળના હુકમની શરત નં. ૮ અને કોર્ટ મેટરના હિસાબે ૩૪ લાભાર્થીઓને કબજા સનદ સોપેલ નથી. પરંતુ ૩/૪ લાભાર્થીઓને અગાઉની તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીની આચારસંહિતા પુર્ણ થતા પ્રાંત અધિકારીના હુકમની શરત નં. ૮માં સુધારો કરવાની જરુરીયાત જણાશે તો તે અંગેની સંપૂર્ણ કાર્યવાહી કરાવવા સહાનુભુતી રાખી ૩૪ લાભાર્થીઓમાંથી યોગ્યતા તમામ લાભાર્થીઓને વહેલી તકે સનદ મળે તે માટેની કાર્યવાહી કરવા બાંહેધરી આપતા સામાજીક કાર્યકરે ઉપવાસ આંદોલન પૂર્ણ કરી પારણા કર્યા હતા.