ગત તા ૪ ડિસેમ્બર ના રોજ મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ગામ પાસે નકલી ટોલનાકું ઝડપાયું હતું જેને પગલે મોરબી જિલ્લા પોલીસ વડાએ તાબડતોબ અમર શી પટેલ , ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા સહિત છ ઈસમો સામે ગુનો નોંધ્યો હતો.
જે મામલાની જિલ્લા કલેકટર ના આદેશને પગલે પ્રાંત અધિકારી,પીઆઈ ,નેશનલ હાઇવે ઓથોરિટી અને મામલતદાર સહિત ના અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી જોકે આ કેસમાં અત્યાર સુધીમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી ત્યારે આવડું મોટું નકલી ટોલનાકું ચાલતું હોય તે મામલે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ની પણ જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં મોરબી અને વાંકાનેરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી તાલુકા,વાંકાનેર તાલુકા અને વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ની કરાઇ બદલીઓ કરવામાં આવી છે.જેમાં મોરબી તાલુકામાં ફરજ બજાવતા જયદેવસિંહ ખોડુભા ઝાલા ને QRT, વાંકાનેર સિટી માં ફરજ બજાવતા દિવ્યરાજસિહ દેવેન્દ્રસિંહ ઝાલા ને માંળીયા મી., વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા ક્રુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિહ ઝાલા ને ટંકારા, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા પ્રતિપાલ સિંહ અનિરુદ્ધસિંહ વાળા ને ટ્રાફિક બ્રાન્ચ માં બદલી કરવામાં આવી છે.તેમજ આ બદલીઓ વાંકાનેર નજીક વઘાસિયા નકલી ટોલનાકાના પડઘા સ્વરૂપે થઈ હોય તેવી ચર્ચાઓ સાથે પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તેમજ આગામી સમયમાં હજુ પણ કોઈ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ પર ટોલનાકા મામલે કાર્યવાહી થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.