Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં જુગારીઓ પર જિલ્લા પોલીસની તવાઈ : ચાર સ્થળોએથી ૧૩ જુગારીઓને પકડી...

મોરબીમાં જુગારીઓ પર જિલ્લા પોલીસની તવાઈ : ચાર સ્થળોએથી ૧૩ જુગારીઓને પકડી પાડ્યા

મોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મોસમ ખીલી હોય તેમ પોલીસે અલગ અલગ ચાર દોરડાઓ કરી મોરબી જિલ્લામાંથી જુગાર રમતા ૧૩ શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ધટીયાપા વાળી શેરી પાસે એક શખ્સ જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી તે ઉપર પૈસાની લેતીદેતી કરી નશીબ આધારીત હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયા (રહે,ધટીયાપા શેરી ગ્રીન ચોક પાસે મોરબી) નામના શખ્સને કુલ રૂ.૪૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, કોળી વાસ વિસ્તારમા અમુક લોકો જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાના તથા પૈસા વડે પૈસાની હારજીતનો નશીબ આધારીત તીન પતી રોનપોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી માધવજીભાઇ દેવશીભાઇ વાડોદરા (રહે ગામ-જેતપર, તા.જિ-મોરબી), પ્રભુભાઇ ઉર્ફે પ્રફુલભાઇ લાલજીભાઇ માલણીયાત (રહે ગામ-જેતપર, તા.જિ-મોરબી) તથા હર્ષદભાઇ રઘુભાઇ પંડ્યા (રહે હાલ ગામ-જેતપર, તા.જિ-મોરબી મુળ રહે-સરકારી દવાખાના પાછળ, વડનગર શેરી નં-૦૨, બાજવા, વડોદરા) નામના શખ્સોને કુલ રોકડા રૂ.૨૫૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીનાં આધારે વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ શાંતી નગર પાસે રેઈડ કરી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા મયુરભાઇ હેમતભાઇ મકવાણા (રહે.વાંકાનેર નવજીવન સો.સા. મિલપ્લોટ તા.વાંકાનેર જી.મોરબી), અકબરભાઇ આમદભાઇ જિંગીયા (રહે.વાંકાનેર મિલપ્લોટ શેરી નં.૦૬ તા.વાંકાનેર જી.મોરબી) તથા મયુરભાઇ હેમતભાઇ સોલંકી (રહે વાંકાનેર શાંતીનગર મિલપ્લોટ પાસે તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૧,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચોથા બનાવમાં, હળવદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામે રજપુત શેરીમાં રેઈડ કરી રણજીતભાઈ દીપુજી રજપુતના મકાનની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા જગદીશભાઈ લખીરામભાઈ રામાનુજ (રહે. હડીયલ વાસ ટીકર તા.હળવદ જી.મોરબી), હસમુખભાઈ છગનભાઈ હડીયલ (રહે. હડીયલ વાસ ટીકર તા.હળવદ જી.મોરબી), રમેશભાઈ જીવણભાઈ ત્રેવડીયા (રહે. કોળીવાસ ટીકર તા.હળવદ જી.મોરબી), મોડજીભાઈ ગાંડુભાઇ પરમાર (રહે. રજપુત શેરી ટીકર ગામ તા.હળવદ જી.મોરબી), મનજીભાઈ ગાંડુભાઈ પરમાર (રહે. કોળીવાસ ટીકર ગામ તા.હળવદ જી.મોરબી) તથા અશોકભાઈ સજુભાઈ મકવાણા (રહે. કોળીવાસ ટીકર ગામ તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડ રૂ.૨૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!