મોરબી નગરપાલિકાને તાજેતરમાં જ મહાનગર પાલિકાની દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે લોકોના કામ ઝડપથી થાય અને લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. તેમ મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર (વહીવટી) કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, તાજેતરમાં જ મોરબી મહાનગરપાલિકા બનતા મોરબી મહાનગર પાલિકાના વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી નિકાલ થાય અને લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારને પૂર્વ ઝોન તેમજ પશ્ચિમ ઝોન તરીકે વહેચણી કરવામાં આવી છે.પૂર્વ ઝોનની ઓફીસ રેઇન બસેરા, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી અને પશ્વિમ ઝોનની ઓફીસ મોરબી મહાનગરપાલિકાએ કાર્યાન્વિત કરવામાં આવી છે.પૂર્વ ઝોનમાં વહીવટી કામગીરી માટે ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ) સંજયકુમાર સોની અને પશ્ચિમ ઝોન વહીવટી કામગીરી માટે ડેપ્યુટી કમિશનર (વહીવટ) કુલદિપસિંહ વાળા રહેશે. પૂર્વ ઝોન વિસ્તારમાં ભડિયાર (જવાહર), ત્રાજપર (માળિયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર), અમરેલી અને નગર પાલિકાના વોર્ડ નંબર ૨,૩,૪,૫,૬ અને ૧૩ તેમજ પશ્ચિમ ઝોનમાં શકતશનાળા, રવાપર, લીલાપર, નાની વાવડી, માધાપર / વજેપર, ઓ.જી. અને નગર પાલિકાના વોર્ડ નંબર ૧,૭,૮,૯,૧૦,૧૧ અને ૧૨ નો સમાવેશ કરવામાં આવ્યો છે.