Wednesday, October 30, 2024
HomeGujaratNEET ની પરીક્ષામાં 720 માંથી 696 માર્ક સાથે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી...

NEET ની પરીક્ષામાં 720 માંથી 696 માર્ક સાથે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી દિવ્ય ગાંભવાએ મોરબીનું ગૌરવ વધાર્યું

ઓલ ઈન્ડિયા NEET ની પરીક્ષામાં મોરબીના દિવ્ય ગાંભવાએ 720 માર્કમાંથી 696 માર્ક સાથે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી પોતાના પરિવાર સહિત મોરબીનું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે. સમગ્ર ભારતના સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી 180 રેન્ક સાથે ઈંગ્લીશ મીડિયમમાં નિટની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં જાહેર કરાયેલ નિટની પરીક્ષામાં મોરબીના ગાંભવા પરિવારને આંગણે ખુશીનો વરસાદ વરસ્યો છે. વિદ્યાની દેવી માં સરસ્વતીની કૃપાથી વડીલોના આશીર્વાદ થી પ્રીમિયર સ્કૂલ રાજકોટના માર્ગદર્શનથી આમરણ ગામના વતની ડૉ. નિલેશભાઈ ગાંભવા અને ડૉ.મિતલબેન ગાંભવાના પુત્ર દિવ્યએ વર્ષ – ૨૦૨૧ માં ઈંગ્લીશ મીડિયમમાં લેવાયેલ ઓલ ઇન્ડિયા NEET ની પરીક્ષામાં કઠોર પરિશ્રમ કરીને 720 માંથી 696 માર્ક સાથે સોનેરી સફળતા મેળવી છે અથાગ મહેનત, કુશળ માર્ગદર્શન અને કઠોર પરિશ્રમ થકી તેઓએ સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી ઓલ ઇન્ડિયા રેન્ક 180 પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે. ઉત્કૃષ્ટ પરિણામ બદલ દિવ્યે પોતાના પરિવાર અને મોરબીનું ગૌરવ વધારવા તેમના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ દ્વારા શુભેચ્છાનો મીઠો મેહ વરસી રહ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!