વિદ્યાર્થીઓએ રંગોળીમાં રમતું કર્યું ગુજરાત!
શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં આવનાર દિવાળી પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી. બાળકોએ રંગ, ફૂલ, ચોક વગેરેની મદદથી સુંદર રંગોળી બનાવીને ઉત્સવમાં અનેરો રંગ ભરી દીધો. જીવતીબેન પીપલિયાના માર્ગદર્શન નીચે ગુજરાતની વિશેષતા બતાવતી રંગોળી પણ ધોરણ ૮ ના બાળકોએ બનાવી હતી.
આ રંગોળી ભારતનો ત્રિરંગો અને ગુજરાતની વિશેષતાઓની થીમ પર બનાવવામાં આવી હતી. જે દેશપ્રેમ અને ગરવી ગુજરાતની વિશેષતાઓને ઉજાગર કરતી હતી. આ રંગોળી સૌના આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી. શાળા પરિવારે રંગોળી બનાવનાર તમામ વિદ્યાર્થીઓની ખૂબ પ્રશંસા કરી. સૌ બાળકોને દિવાળી ઉત્સવમાં સામેલ થવા બદલ ધન્યવાદ આપ્યા. સાથે દિવાળી તહેવારની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી. સૌએ હળીમળીને દિવાળી પર્વ હર્ષ અને ઉમંગ સાથે ઉજવ્યો.