Monday, December 23, 2024
HomeGujarat"તુ મને ઓળખેશ"?કહી વાંકાનેરમાં એક ઈસમે સામાજીક કાર્યકર પર હુમલો કર્યો

“તુ મને ઓળખેશ”?કહી વાંકાનેરમાં એક ઈસમે સામાજીક કાર્યકર પર હુમલો કર્યો

વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે “તુ મને ઓળખે” છે તેમ કહી સામાજીક કાર્યકરના વાળ પકડીને તું ફુલ દારૂ પીને બહુ ખેલ કરે છે. તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા શબ્દો નો ઉપયોગ કરી માર મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં રાજાવડલા ખાતે રહેતા ૧૦૮ હેલ્પ લાઈનનાં સામાજીક કાર્યકર મહેન્દ્રભાઇ આંબાભાઇ સોલંકી ગત તા.૧૦/૦૮/ર૦ર૩ નાં રોજ ઢુવાથી રાજાવડલા ઘરે જવા માટે નીકળેલ ત્યારે તેઓના ડ્રાઇવર શકિલ રાજાવડલા રેલ્વેના નાલા સુધી રીક્ષામાં મુકી ગયેલ અને પોતાના ઘરે વાંકાનેર પરત ફરેલ બાદ સામાજિક કાર્યકરના ડ્રાઇવરને રાજાવડલા મેલડીમાંના મંદિર સુધીનું ભાડુ મળતા રીક્ષામાં બે પેસેન્જરને બેસાડી રાજાવડલા ગૌશાળા પાસે ચંન્દ્રપુર જવાના કાચા રસ્તા પર મહેન્દ્રભાઈને ભેગો થતા શકિલે રીક્ષા ઉભી રાખી તેઓને રીક્ષામાં બેસવા કહેલ ત્યારે તે રીક્ષામાં બેસેલ બે પેસેન્જરમાંથી એક પેસેન્જર સોહીલભાઇ ખોજા (રહે.નાની બજાર વાંકાનેર) નીચે ઉતરેલ અને મહેન્દ્રભાઈ રીક્ષામાં નહી બેસતા રીક્ષાના ડ્રાઇવર તથા તેમાં બેસેલ અન્ય એક પેસેન્જરને લઇ મેલડીમાંના મંદિર તરફ નીકળી ગયેલ અને રીક્ષામાંથી ઉતરેલ પેસેન્જર સોહીલભાઈ મહેન્દ્રભાઈ સાથે ચાલવા લાગેલ અને થોડુક ચાલ્યા પછી સોહીલભાઈએ ગેરવર્તન કરી પાવરથી કહ્યું,”તુ મને ઓળખે” એટલે મહેન્દ્રભાઈએ ના પાડતા સોહલભાઈએ ફરીયાદીને વાળ પકડીને પાવર અને ગેરવર્તનથી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા શબ્દોનો ઉપયોગ કર્યા કહ્યું હતું કે ” તું ફુલ દારૂ પીને બહુ ખેલ કરે છે.” તેમ કહીને મોઢા ઉપર માર મારી પથ્થર લઇને માથામાં અને મોઢા ઉપર મારી નીચે પાડી દઇ ઇજા કરી જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!