બાગાયત ખેડૂતોએ ફળઝાડ વાવેતરમાં સહાય માટે ૩૧ મે સુધીમાં અરજી કરવી https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.
મોરબી જિલ્લાના ખેડૂતો માટે ફળઝાડ વાવેતરમાં સહાયની યોજના ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર દાડમ, લીંબુ, જામફળ, સીતાફળ વગેરે જેવા ફળ પાકોના વાવેતર માટે સહાય આપવામાં આવશે. જે મેળવવા માટે https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરવી. અરજી માટેની છેલ્લી તારીખ ૩૧-૦પ-૨૦૨૩ છે.
અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા અને વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.