વાંકાનેર સિવિલ હોસ્પિટલ બીમાર દર્દીઓની સારવાર તો કરે જ છે, સાથે તબીબોના મૂડની પણ ‘સારવાર’ અહીં જ થતી હોવાની જોરદાર ચર્ચા ઘણા સમયથી ચાલે છે. જે વચ્ચે ગઈકાલે સિવિલમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી. તેમજ બે અધિકારીઓ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના પત્રકાર શાહરૂખભાઇ એહમદભાઇ ચૌહાણ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડો. હરપાલસિંહ દાજીભાઇ પરમાર તથા કૈલાશભાઇ ભીખાલાલ રાઠોડ (રહે.બંને સરકારી હોસ્પીટલ વાંકાનેર જી.મોરબી) નામના આરોપીઓએ એકબીજાને મદદગારી કરી વાંકાનેર સરકારી હોસ્પીટલમા પોતાના કબ્જા ભોગવટાની ઓફીસના કબાટમા ઇગ્લીશ દારૂ ગ્રેવીટી ગ્રીન એપલ ફલાવરડ વોડકા ૭૫૦ એમ.એલ.ની જેમા આશરે ૫૦૦ એમ.એલ.જેટલુ ઇગ્લીશ દારૂ રાખી મળી આવી તેમજ બંને આરોપીઓ કેફી પ્રવાહી પીધેલ હાલતમા મળી આવતા તે બંને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.