કાશ્મીરના પેહલગામ માં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી ને ૨૭ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી છે જેને લઈને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે.
જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા પણ આ કૃત્યની ભારોભાર નિંદા કરવામાં આવી છે અને જેહાદીઓની હિન્દુઓ પ્રત્યે ની હલકી માનસિકતા દર્શાવતું કૃત્ય ગણવામાં આવ્યું છે સાથેજ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબીના તબીબો આજે મૌન રેલીમાં જોડાયા હતા અને ત્યાર બાદ દરેક તબીબોએ પોતાની હોસ્પિટલમાં પોતાના કાર્ય દરમિયાન કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે.