મોરબી રઘુવંશી કોવીડ કોરોનટાઈન સેન્ટર તા.9/4/2021 ના રોજ ચાલુ કરવા મા આવ્યુ ત્યારે કોરોના એ મોરબી ને બાન મા લીધુ હતુ એ સમયે સમીતી ના સભ્યો એ કોવીડ સેન્ટર ચાલુ કરવા નો નિણૅય લીધો પણ જયારે વાત આવી કે ડોક્ટર એપોઇન્ટ કરવા માટે શું કરવું. સ્થિતી એવી હતી કે કોઈ પણ ડોક્ટર પાસે સમય ન હતો ત્યારે મોરબી ના મોસ્ટ સીનિયર ડો.પી.એન.આશર સાહેબે ને વાત કરતા સાહેબે પોતાનામાં બીઝી શેડયુલ માથી સમય આપવા તૈયારી બતાવી પણ સાહેબ ના સુચન મુજબ તેમની સાથે ટીમ વકૅ મા એમ.બી.બી.એસ ડોક્ટર,અને મેડીકલ ઓફીસર પણ જોઈએ.ડોક્ટર ની તપાસ કરવા ની ચાલુ હતી ત્યારે લોહાણા સમાજ નાજ અમારા વડીલ એવા ભરતભાઈ હીરાણી નો ફોન આવ્યો કે મારો દીકરો ડો.યશ હીરાણી કોવીડ નો અનુભવ ધરાવે છે અને સમાજ ને ફ્રી ઓફ ચાજૅ સેવા આપશે આ વાત સાંભળતા જ સમીતી ના સૈ સભ્યો ખુશ થઈ ગયા સાથે અશોકભાઈ સેતાની દીકરી ડો.દ્રષ્ટી સેતા અને લોહાણા સમાજ ના ગોર બ્રાહ્મણ પ્રફુલ્લભાઈ લહેરુ ની દીકરી ડો. રિદ્ધિ લહેરુ અને ફીઝીયોથેરાપિસ્ટ ડોક્ટર તરીકે ડો.ભાવીનચંદે(ફીઝીયોફીટ જીમ ) તથા ઈ.એન ટી ડો.કેતન હીંડોચા પણ સેન્ટરમા ફ્રીઓફ સેવા આપી છે.9/4/2021 થી સેન્ટર શરૂ કરી તા.10/5/2021 સુધી મા ડો.યશ હીરાણી એ 800 થી વધારે ઓ.પી.ડી અને 122 પેશન્ટ ઈન્ડોર કરેલ છે. જ્યારે સમગ્ર ડોક્ટર અને નર્સિંગ ટીમ ના સહકાર થી 110પેશન્ટ ને સેન્ટર મા થી સફળ સારવાર આપી સ્વસ્થ કરી ને રજા આપવા મા આવી છે.જયારે 12 પેશન્ટ ને રીફર કરવા મા આવ્યા છે.સમગ્ર સેન્ટર ને ચલાવવા માટે નીચે મુજબ ની ટીમ કાયૅરત હતી.
1 એમ.ડી ડોક્ટર
2 એમ.બી.બીએસ ડોક્ટર
1 ઈ એન.ટી ડોક્ટર
1 ફીઝીયો થેરાપિસ્ટ ડોક્ટર
2 મેડીકલ ઓફીસર (24 કલાક માટે)
1 મેડીકલ સ્ટોર ચલાવા માટે
4 નર્સિંગ સ્ટાફ દીવસે
3 નર્સિંગ સ્ટાફ રાત્રે
4 સ્વીપર સ્ટાફ દીવસે
2 સ્વીપર સ્ટાફ રાત્રે
જ્યારે દર્દી ઓને ડોક્ટર્સ ના ડાયેટ ચાટૅ મુજબ નુ ભોજન મળી રહે તે માટે કીચન મા 4 રસોઈયા નો સ્ટાફ 18કલાક માટે કાયૅરત હતો.
આ કોવીડ સેન્ટર મા સેવા આપનાર તમામ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ નું તા 10/5/2021 ના રોજ સમીતી દ્રારા સન્માન કરવા મા આવ્યુ. આ તકે મોરબી લોહાણા સમાજ ના હેલ્થ હીરો અને સેન્ટર ના પાયા ના પથ્થર કહી શકાય તેવા ડો.યશ હીરાણી ના પપ્પા ભરતભાઈ હીરાણી અને દદા મનુભાઈ હીરાણી(મગનલાલ રણછોડ પરીવાર)નુ સમીતી દ્રારા વિશેષ સન્માન કરવામા આવ્યુ.