Friday, April 25, 2025
HomeGujaratધર્મ ચેક કરીને કરાયેલ આતંકવાદી હુમલાને લઈને તબીબોમાં રોષ: મોરબી ઇન્ડિયન મેડિકલ...

ધર્મ ચેક કરીને કરાયેલ આતંકવાદી હુમલાને લઈને તબીબોમાં રોષ: મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન આવતીકાલે રેલીમાં જોડાઈ હોસ્પિટલમાં કાર્ય દરમિયાન કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે

જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ ૨૭ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા જે ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મોરબીમાં તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન મોરબી પણ વિરોધ દર્શાવશે.

- Advertisement -
- Advertisement -

ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં દેશભર માંથી પ્રવાસીઓ ફરવા જાય છે. જેના કારણે સ્થાનિકો લોકોની રોજીરોટી ચાલે છે. ત્યારે પ્રવાસીઓને ધર્મ પૂછી કલમાં વાંચવાનું કહી લોકોનું પેન્ટ ઉતરાવી ધર્મ ચેક હિન્દુ ધર્મના પુરુષોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા જેમાં ૨૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે જેહાદી માનસિકતા ફેલાવતા ઇસ્લામિક સંગઠનોએ હિન્દુ વિરૂદ્ધ સીધેસીધો પ્રહાર કર્યો છે. તેથી ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા હુમલાની સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. જેના વિરોધમાં અને મૃતકોની આત્માની શાંતિ માટે તા. ૨૫/૦૪ ના રોજ બાદ સ્ટેન્ડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી ચાલીને નગર દરવાજા સુધી મૌન રેલી યોજવાનું આયોજન કરાયું છે. તેમજ હોસ્પિટલમાં કામ કરતી વખતે હાથ પર કે માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ત્યારે મૌન રેલમાં જોડાવા IMA મોરબી દ્વારા વીનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!