Tuesday, April 1, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલના ડોકટરોએ ક્રિટિકલ કેર કેસમાં હદય રોગના દર્દીને ઉત્તમ સારવાર આપી...

આયુષ હોસ્પિટલના ડોકટરોએ ક્રિટિકલ કેર કેસમાં હદય રોગના દર્દીને ઉત્તમ સારવાર આપી નવી જિંદગી આપી

આયુષ હોસ્પિટલના હદય રોગના નિષ્ણાત ડોકટર અને ક્રિટિકલ કેર નિષ્ણાંત ડૉક્ટરની અનોખી સેવાનું ઉદાહરણ સામે આવ્યું છે. ૪૮ વર્ષીય યુવાનને છાતીમાં તીવ્ર દુઃખાવો, પરસેવો અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઇમરજન્સી સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ઘાતક હદય રોગનો હુમલો આવ્યાનું સામે આવ્યું હતું. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેવા સમયે આયુષ હોસ્પિટલના ડોક્ટરોએ તાત્કાલિક ધોરણે સારવાર ચાલુ કરી દર્દીને ક્રિટીકલ સમયમાંથી ઉગારીને ઉતમ કામગીરી કરી હતી.

- Advertisement -
- Advertisement -

આયુષ હોસ્પિટલ ના ડોકટરોની ઉતમ સારવારનો બનાવ સામે આવ્યો છે. જેમાં ૪૮ વર્ષીય પુખ્ત યુવાનને છાતીમાં તીવ્ર દુખાવો, પરસેવો અને જરૂરી શ્વાસ લેવામાં તકલીફ થતાં હૃદયનો ગંભીર મોટો હુમલો આવ્યો હતો, જે ઇમરજન્સીમાં પહોંચતા જ ઢળી પડ્યો હતો, તેમના હૃદયના ધબકારા અત્યંત વધુ હતાં. (વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા) અને BP અત્યંત ઓછું હતું. તાત્કાલિક ધોરણે ડૉક્ટર વિજય મકવાણા (MD Medicine) અને ડોક્ટર રીંકલ રામોલિયા (Critical care specialist) દ્વારા તાત્કાલિક CPR(કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન)શરૂ કરવામાં આવ્યું હતું. અને DC શોક અને ઊંચા હૃદયના ધબકારા નિયંત્રિત કરવા માટે દવાઓ આપવામાં આવી હતી. જોકે તે દવાઓ અને DC- શોકનો પ્રતિભાવ આવી રહ્યો ન હતો. ≈૨૦ DC-શોક અને ઘણી દવાઓ સાથે લગભગ ૩૦ મિનિટ સુધી CPR ચાલુ રાખવામાં આવ્યુ હતું. અને દર્દીને વેન્ટિલેટર (કૃત્રિમ શ્વાસોશ્વાસ)નું મશીન મૂકી તાત્કાલિક એન્જીયોગ્રાફી માટે કેથ લેબમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોનરી એન્જીયોગ્રાફીથી હૃદયની મુખ્ય ધમની ૧૦૦% બ્લોક થઈ ગઈ હતી. અને તાત્કાલિક તુરત જ ડોક્ટર લોકેશ ખંડેલવાલ (Cardiologist) દ્વારા તાત્કાલિક પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી (બલૂન ફિટ) કરવામાં આવ્યું હતું. અને LAD ધમનીમાં સારો પ્રવાહ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. દર્દીને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગહન અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. બીજા દિવસે ડોક્ટરોની ટીમની સારવાર બાદ દર્દીને વેન્ટિલેટરમાંથી બાર કાઢવામા આવ્યા હતા. તેમની તબિયતમાં સારો સુધારો થયો હતો. અને તેમના હૃદયનું પંપીંગ 30% થી સુધરીને 55% થઈ ગયું હતું. ડૉ. લોકેશ ખંડેલવાલ, ડો.વિજય મકવાણા અને ડો. રિંકલ રામોલિયા દ્વારા દર્દીને સંપૂર્ણ સ્વસ્થતા સફળતાપૂર્વક પ્રાપ્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!