Wednesday, April 2, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલના ડોકટરોએ એક સાથે અનેક રોગોનો સામનો કરી રહેલ દર્દીનુ જોખમ...

આયુષ હોસ્પિટલના ડોકટરોએ એક સાથે અનેક રોગોનો સામનો કરી રહેલ દર્દીનુ જોખમ સાથે કર્યું સફળ ઓપરેશન

આયુષ હોસ્પિટલ દ્વારા ૨૩ વર્ષીય દર્દીનું જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. છેલ્લા સાતેક વર્ષથી સતત કિડનીમાં પથરી દુખાવો અને ફેફસાનો ટીબીનો દુખાવો વારંવાર થતો હતો. જેને કારણે દર્દીને જમણી બાજુના ફેફસા નબડા પડી અનેક પ્રકાશની સમસ્યા ઊભી થતી હતી. તેથી પ્રાઇવેટ હોસ્પિટલનો દ્વારા ઓપરેશનની ના પાડી દેવામાં આવી હતી. તેમ છતાં દર્દીના સારા સ્વાસ્થ્ય માટે આયુષ હોસ્પિટલના ડોક્ટરોએ રિક્સ લઇને દર્દીને સેગમેન્ટલ સ્પાઇનલ એનેથેસિયા આપ્યા બાદ સંપૂર્ણ કિડની સ્ટોનનું ઓપરેશન સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું…

- Advertisement -
- Advertisement -

આયુષ હોસ્પિટલના ડોકટરો દ્વારા વધુ જટિલ સારવાર કરી દર્દીને રોગ મુક્ત કરવામાં આવ્યા છે. ૨૩ વર્ષીય દર્દીને છેલ્લા સાતેક વર્ષથી સતત કિડનીમાં પથરી દુખાવો અને ફેફસાનો ટીબી કે જેની વ્યવસ્થિત સારવાર એક કોર્ષમાં પૂરી ન કરવાના લીધે વારંવાર દુખાવો થતો હતો. જેના લીધે દર્દીનું જમણી બાજુના ફેફસા મોટાભાગના નબડા પડી ગયાં હતાં. અને તેની આડઅસર રૂપે દર્દીને સીવીયર પલ્મોનરી આર્ટરી હાઇપરટેંશન (RSVP ૯૪+ RAP mmhg) પણ નિદાન થયું હતું. શરીરમાં ટીબીનું ઇંફેકશન, કિડનીમાં લાબા સમયથી પથરી, ઉપરથી દર્દીનું બેઈઝલાઇન બ્લડપ્રેસર ૮૦ /૪૦ mmhg ની આસપાસ રહેતું હોવાના બધા જોખમોના લીધે દર્દીને ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલમાથી ઓપરેશનનું અને અનેસ્થેસિયાનું જોખમ લેવાની ના પાડવામાં આવી હતી. અંતે દર્દી આયુષ હોસ્પીટલમાં આવ્યા હતા. જ્યાં નિષ્ણાત ડોક્ટરની ટિમ ડો .સ્વેતા પ્રજાપતિ અનેસ્થેટિસ્ટ અને ડો. કેયૂર પટેલ (યુરોસર્જન) દ્વારા જોખમી ઓપરેસન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ડો .સ્વેતા પ્રજાપતિએ સેગ્મેંટલ સ્પાઇનલ એનેસ્થેસિયા આપ્યું હતુ કારણે કે જનરલ એનેથેસિયા એને સ્પાઈનલ એનેથેસિયા બન્નેમાં જોખમ ઘણું વધારે હતું. સેગમેન્ટલ સ્પાઇનલ એનેથેસિયા આપ્યા બાદ સંપૂર્ણ કિડની સ્ટોનનું ઓપરેશન સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આમ, ઓપરેશન બાદ 24 કલાક દર્દીને ઓબ્સર્વેશન માટે આઈ.સી.યુ.માં રાખવામા આવ્યા હતા અને ત્યારબાદ વોર્ડમાં એક દિવસ રાખી દર્દીને રજા આપવામાં આવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!