કોલકાતા આર.જી. કર મેડિકલ કોલેજમાં ટ્રેની લેડી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે આજે IMA મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા આજે સવારે ૬ વાગ્યા થી ૨૪ કલાક સુધી હડતાળ પર ઉતરીને મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
મોરબીમાં IMA સાથે જોડાયેલા તમામ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જાેકે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.પશ્ચિમ બંગાળમાં RGKAR Goverment Hospital માં એક લેડી ડોક્ટર પર આવારા તત્વો દ્વારા સામૂહીક બળાત્કાર,ત્યાર બાદ તેમની હત્યા,અને ત્યાર બાદ તેના પુરાવાઓનો પણ નાશ કરવામાં આવેલ. તેના વિરોધ માં મોરબી IMA સાથે જોડાયેલા તમામ ડોક્ટર દ્વારા આજે તારીખ 17-08-2024 સવારે 6:00 વાગ્યા થી આવતીકાલે તારીખ 18-08-2024 સવારે 6:00 વાગ્યા સુધી OPD સેવાઓ બંધ રાખેલ છે. EMERGENCY સેવાઓ ચાલુ રહેશે.આગામી ૨૪ કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે સાથે જ કોલકાતા ની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે માંગ કરતાં મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ડોક્ટરો દ્વારા વી વોંટ જસ્ટિસ ના સૂત્રોચ્ચાર કર્યા હતા.