Saturday, December 28, 2024
HomeGujaratમોરબીવાસીઓ માટે ગાંધીનગરના દરવાજા હંમેશા ખુલ્લા છે કામ માટે ગમ્મે તે ઘડીએ...

મોરબીવાસીઓ માટે ગાંધીનગરના દરવાજા હંમેશા ખુલ્લા છે કામ માટે ગમ્મે તે ઘડીએ આવવાની છૂટ : મંત્રી બ્રિજેશ મેરજા

મોરબીના આલાપ પાર્ક, ખોડીયારનગર અને પટેલનગરના રહેવાસીઓ દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઢોલ નગરાના તાલે આતસબાજીના સથવારે સામૈયા કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આલાપ પાર્ક, ખોડીયારનગર અને પટેલનગર સહિત ત્રણેય સોસાયટીના રહીશો આલાપ ગેટ નજીક ઉપસ્થિત રહી વાજતે ગાજતે ફટાકડાની જોરદાર આતશ બાજી સાથે સ્વાગત રેલીમાં તમામ આલાપવાસીઓ જોડાયા હતા અને નાની દીકરીઓ દ્વારા સામૈયા સાથે મંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

 

આ તકે બ્રિજેશભાઈ મેરજાનું આલાપ પાર્કની દરેક શેરી વાઈઝ મોમેન્ટો, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તથા બ્લોસમ ઈન્ટર નેશનલ સ્કૂલના તમામ સ્ટાફ દ્વારા પણ મત્રીનું સન્માન કરાયું હતું.

મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાએ બ્રિજેશભાઈ મેરજાની કાર્ય પદ્ધતિ વિશે જણાવ્યું હતું કે તેઓ દ્વારા મોરબી માળિયા વિસ્તારમાં કરોડો રૂપિયાના કામો તેમજ એકી સાથે જુદા જુદા પંદર રસ્તાઓનું ખાત મુહર્ત સહિતના કામોની યાદી આપી લોકોની સુખાકારી માટે તેઓ સતત અઢાર કલાક કાર્યરત રહેતા હોવાથી કાબીલેદાદ કામગીરીના વખાણ કર્યા હતા.ત્યારબાદ આલાપ વિસ્તારના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મંત્રીના અને નગરપાલિકા મોરબીના સહયોગથી આલાપ વિસ્તારમાં બે કરોડની કિંમતના વિકાસના કામો લઈ આવ્યા છે, લાઈટ રીપેરીંગ નિયમિત રીતે થાય છે,રસ્તાની સફાઈ નિયમિત થાય છે, ત્યારબાદ જયરાજસિંહ જાડેજા ઉપ પ્રમુખ નગરપાલિકા મોરબીએ પણ બ્રિજેશભાઈ મેરજાની કામગીરીને બિરદાવી હતી,
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ જયંતિભાઈ કવાડિયા પણ પોતાના વક્તવ્યમાં સરકારના પ્રજાકીય કાર્યોને લોકો સમક્ષ મુક્તા રમુજી ઉદાહરણ સાથે કહ્યું હતું કે લોકશાહીમાં જનતા જનાર્દન સર્વોપરી છે એમના સાથ વિના કશું જ શક્ય નથી,અંતમાં બ્રિજેશભાઈ મેરજાએ પોતાના પ્રતિભાવમાં આલાપ પાર્ક વિસ્તારની તમામ સોસાયટીના રહીશોએ અદકેરું આગવું અને અનોખું સન્માન,સ્વાગત કરવા બદલ આભાર પ્રકટ કર્યો હતો અને મોરબીના લોકો માટે ગાંધીનગરના દરવાજા હંમેશા ખુલ્લા છે પોતાના કામ માટે ગમે ત્યારે આવવાની છૂટ છે, સરકારના કામોના લેખા જોખા રજૂ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આલાપ યુવા ગ્રૂપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!