મોરબીના આર્યતેજ સ્કૂલ લક્ષ્મીનગર ખાતે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકર સન્માન સભા ( યુવા સંમેલન) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ સેલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ મોરબી જિલ્લામાં
બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન સભા (યુવા સંમેલન) નું આયોજન આર્યતેજ સ્કૂલ લક્ષ્મીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વક્તા તરીકે વિનોદભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી અને સાંસદ કચ્છ, લાખાભાઇ સાગઠીયા પૂર્વ ધારાસભ્ય રાજકોટ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા પડઘરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મહામંત્રી કે એસ અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા, મોરબી જિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા તેમજ જિલ્લા અને તાલુકાના શહેરના મંડળ મોરચા સેલ, એસ એમના તમામ હોદેદારોની ટીમ તેમજ ચૂંટાયેલી પાંખના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.