રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લાના ૧૪ માં બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો છે. ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ બાલ સંસ્કાર કેન્દ્રના નામથી સેવાભારતી ગુજરાતના કિશોરભાઈ મુંગલપરાના વરદ હસ્તે બાલ કેન્દ્ર શરૂ કરવામા આવ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લામાં ૧૪ માં બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધિવત્ પ્રારંભ તા.૨૯/૩/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યો છે. ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ બાલ સંસ્કાર કેન્દ્રના નામથી દિવ્ય અને મંગલમય વાતાવરણમાં સેવાભારતી ગુજરાતના કિશોરભાઈ મુંગલપરાના વરદ હસ્તે બાલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સંસ્કાર દ્વારા મહાપુરુષોના જીવન દર્શનથી બાળકોમાં ગુણ અને માનવીય અભિગમનો વિકાસ થાય તે વિશે કિશોરભાઈ મુંગલપરાએ સુંદર વાત કરી હતી. જે અવસરે લાલજીભાઈ કુનપરા, સતીશ ભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, દીપકભાઈ વાઢેર, નાથાલાલ ઢેઢી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમનું સુંદર સંચાલન કેન્દ્ર સંચાલિકા શ્રુતિબહેન ગઢવીએ કર્યું હતું….