ડૉ. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં આનંદ ઉદધિ ઉદધાટન સમારોહ યોજવામાં આવશે. જેમાં ૩૨ ફલેટ, એક અંધ મહિલા ગૃહ ઉદ્યોગ તથા એક કાર્યાલયનું નિર્માણ થઈ ચુકયું છે.જે સંકુલનું ઉદ્ઘાટન કરી સંસ્થા આ સંકુલમાં નેત્રહીન પરિવારોને વસાવીને તેમને સુખી કરવા ઈચ્છે છે. તેથી ડૉ. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવાકેન્દ્રનો અનોખો ઉદ્ઘાટન સમારંભ તા. ૧૬/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવશે.
મોરબીના લક્ષ્મીનગર ખાતે સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ – સુરેન્દ્રનગર દ્વારા મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવાકેન્દ્રને ૧૨ વર્ષ પૂર્ણ થાય તે પહેલા સંસ્થાએ લક્ષ્મીનગર ગામ ખાતે ડૉ. કુસુમબેન અમૃતલાલ દોશીના માતબર દાનથી એક વિશાળ ભવનનું નિર્માણ કર્યું છે. લક્ષ્મીનગર ખાતેના સંકુલમાં ૨૦૦ અંધ વ્યક્તિઓ નિવાસ કરીને રોજગાર તથા ભોજનનો લાભ મેળવી રહ્યાં છે. ત્યારે ડૉ. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં ૩૨ ફલેટ, એક અંધ મહિલા ઉદ્યોગ ગૃહ તથા એક કાર્યાલયનું નિર્માણ થઈ ચુકયું છે. જે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવાકેન્દ્રનો અનોખો ઉદ્ઘાટન સમારંભ તા. ૧૬/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવશે. જે વાત્સલ્ય સભર ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહી પ્રજ્ઞાચક્ષુઓ પર વહાલ વરસાવવા હાર્દિક નિમંત્રણ અપાયું છે.. જે કાર્યક્રમમાં સમારંભ પ્રમુખ, અતિથી વિશેષ, આમંત્રિત મહેમાનો, દાત્તાઓનો શાબ્દિક આવકાર, સમારંભ પ્રમુખ તથા અતિથી વિશેષને સ્ટેજ ઉપર આવકારી પુષ્પગુચ્છ થી સ્વાગત, સમારંભ પ્રમુખ તથા અતિથી વિશેષ દ્વારા દિપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સમારંભ પ્રમુખ દ્રારા પ્રાસંગીક પ્રવચન, સંસ્થા પ્રતિનીધી દ્રારા સંસ્થાનો ટુંકો પરિચય, અંધબાળાઓ દ્રારા અદ્ભુત કૃતી, સંકુલના દાતા, ભુવનના દાતા, અંધ મહિલા ઉદ્યોગ ગૃહના દાતા, કાર્યાલયના દાતા, વિંગના દાતા, લુઈ બ્રેઈલ સ્મારકના દાતા, સિકયુરિટી રૂમના દાતાઓનું સ્ટેજ ઉપર બોલાવી સન્માન, અતિથી વિશેષ દ્રારા પ્રાસંગીક પ્રવચન, અંધબાળાઓ દ્વારા અદભુત કૃતી, ફ્લેટ નં. ૧૦૨ થી ૧૦૮ ના દાતાઓનું સ્ટેજ પર બોલાવી સન્માન, અંધબાળાઓ દ્વારા અદભુત કૃતી, ફ્લેટ નં. ૨૦૧ થી ફ્લેટ નં. ૩૦૪ ના દાતાઓનું સ્ટેજ પર બોલાવી સન્માન, અતિથી વિશેષ દ્રારા પ્રાસંગીક પ્રવચન, સંસ્થાને મારૂતી ઈકો કાર આપનારનું સ્ટેજ પર બોલાવી સન્માન,ભુમિદાનમાં ૧,૦૦,૦૦૦ રૂા. ઉપરનું દાન આપનારનું સન્માન સ્ટેજ પર બોલાવી સન્માન, સંસ્થાના નિર્માણ માટે અતિ ઉપયોગી એવા પ્લાન, એલીવેશન, સ્ટ્રકચર ડીઝાઈન તથા સંપુર્ણ નક્શા, નિઃશુલ્ક બનાવી આપનાર ભાવીનભાઈ સોમૈયાનું સન્માન, સંસ્થાના નિર્માણ માટે જેમની ખુબ જ મહત્વની ભુમિકા છે એવા કોન્ટ્રાકટર નેવીલભાઈ પટેલનું સન્માન કરવામાં આવશે.