મોરબીમાં મોઢા અને ગળાના કેન્સરથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટની એચસીજી હોસ્પિટલ્સના નિષ્ણાંત કેન્સરસર્જન દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોકમાં આવેલી HCG હોસ્પિટલના નિષ્ણાંત કેન્સરસર્જન દ્વારા મોરબીમાં રાહત દરે કન્સલટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ પાસે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે આગામી 24 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 થી 12:00 વાગ્યા દરમિયાન રાજકોટની એચસીજી હોસ્પિટલ્સના M.Ch – Head & Neck Surgery (મોઢા અને ગળાના કેન્સરના નિષ્ણાંત) ડૉ. મોનીલ પરસાણા દ્વારા કન્સલટેશન આપવામાં આવશે. કન્સલટેશનમાં નાક, કાન, ગળાના કેન્સરની સારવાર ઉપલબ્ધ રહેશે. જેમાં મોઢાનું અને જડબાનું કેન્સર
થાઇરોઇડની ગાંઠ, સ્વરપેટીનું કેન્સર, લાળગ્રંથિની ગાંઠ, પેરાથાઇરોઇડ ગ્રંથિની ગાંઠ તથા માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ક્લેપની સેવા અપાશે. ત્યારે વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે 8160516145 સંપર્ક કરવો.