Wednesday, October 30, 2024
HomeGujaratડૉ.એમ.વી.વેકરીયાને ૩૦,૦૦૦ સફળ ઓપરેશન કરવા બદલ મળ્યો આયુષ શિરોમણી એવોર્ડ

ડૉ.એમ.વી.વેકરીયાને ૩૦,૦૦૦ સફળ ઓપરેશન કરવા બદલ મળ્યો આયુષ શિરોમણી એવોર્ડ

હરસ-ભગંદર- ફિશરના ડૉ.એમ.વી.વેકરીયાએ રાજકોટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. હરસ-ભગંદર- ફિશરના દર્દોમાં માનવતા સાથે ઉત્તમ શ્રેષ્ઠ સારવાર દ્વારા સફળ ૩૦,૦૦૦ ઓપરેશન કરવા બદલ ‘આયુષ શિરોમણી એવોર્ડ’ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના વરદ હસ્તે ડૉ. એમ વી વેકરીયાને એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અમદાવાદ ખાતે આયુષ મંત્રાલય, ભારત સરકાર અને NIMA (નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન)- ગુજરાત દ્વારા ત્રિદિવસીય અદ્વિતીય સફળ આયુષ એક્સપો-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૨-૧૩-૧૪ જુલાઈ-૨૦૨૪ દરમિયાન આયુષ એક્સપો-૨૦૨૪ નું ઉદ્ઘાટન અને સફળ સમાપન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નિમા-ગુજરાત દ્વારા ગુજરાતની જુદી-જુદી ફેકલ્ટીમાં શ્રેષ્ઠ ઉત્તમ સારવાર આપતા તબીબોનું એક્સપર્ટ તબીબી કમિટી દ્વારા સિલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી મળમાર્ગના હરસ-મસા-ભગંદર-ફિશરના રોગોમાં શ્રેષ્ઠ, સફળ સારવાર આપવા બદલ રાજકોટના નિષ્ણાત પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ.વી. વેકરીયાનું સિલેકશન કરવામાં આવ્યું હતું. માનવીય અભિગમ સાથે ડૉ. એમ.વી. વેકરીયા દ્વારા લાખો મળમાર્ગના દર્દીઓને સારવાર આપવામાં આવી છે જેમાં ૩૦,૦૦૦ જેટલાં હરસ-મસા-ભગંદર- ફિશરના સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આયુષ એક્સપો- ૨૦૨૪ના સફળ સમાપન સમયે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ડૉ. એમ.વી. વેકરીયાને ‘આયુર્વેદા શિરોમણી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ ડૉ. એમ.વી. વેકરીયાને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, નેશનલ કોન્ફરન્સમાં ધનવંતરી એવોર્ડ, એમીનન્સ એવોર્ડ, બેસ્ટ પ્રોક્ટોલોજિસ્ટ ઓફ સૌરાષ્ટ એવાં અનેક સન્માનનીય એવોર્ડ અને અક્ષરનિવાસી પ.પુ. પ્રમુખસ્વામીના વરદ હસ્તે સન્માન પત્ર અને અનેક શિલ્ડ મળેલા છે. ડૉ. એમ.વી. વેકરીયાએ એવોર્ડ મેળવી રાજકોટ શૈત સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. આયુષ એક્સપો-૨૦૨૪ ના સફળ સમાપન સમારંભમા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, આયુષ ડાયરેક્ટર જયેશભાઇ પરમાર, ડૉ. હસમુખ વૈદ્ય, ડૉ. કમલેશ રાજગોર, ડૉ. હસમુખ પટેલ, ડૉ. હરિન્દ્ર દવે તથા મંજુશ્રી કોલેજના ડૉ. સાપોવાડીયાએ નિમા સી.સી. ન્યુ દિલ્હી અને નિમા-ગુજરાત દ્વારા આયોજિત આયુષ એક્સપો-૨૦૨૪ માં ૧૬૦૦ તબીબોએ ભાગ લીધો હતો. આ સફળ આયોજન અમદાવાદ એકા ક્લબ-કાંકરીયા ખાતે યોજાયેલ, નિમા-ગુજરાતના પ્રમુખ ડૉ. હસમુખભાઈ વૈદ્ય, સેક્રેટરી ડૉ. કમલેશભાઈ રાજગોર, ટ્રેઝર નિતીનભાઈ પાઠક, ડૉ. હસમુખભાઈ પટેલ અને તેઓની સમગ્ર તબીબી ટીમ દ્વારા અદ્વિતીય સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!