મોરબીમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્યકર્તા ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓમાં શિક્ષણ ફી માટે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આગામી તા. ૧૫/૦૨/૨૦૨૪ ને રવિવારના રોજ ૧૫ નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે.
મોરબી શહેરમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્ન સમૂહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વિજયનગર પાસે રોહીદાસ પરા ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ભીમરાવ નગર ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. સવંત ૨૦૮૦ ને મહા સુદ ૯ ને તા. ૧૮/૦૨/૨૦૨૪ને રવિવારના રોજ 15 નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે. જે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા અને ઉદઘાટક તરીકે મોરબી કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કષ્ટભંજન હનુમાન આશ્રમ – નાની મોલડી ના મહંત સીતારામ બાપુ, સંત કુટીર આશ્રમ મોરબીના કરશનદાસ સાહેબ અને સેવામૂર્તિ રામ કે ભજી લ્યો ના જમનાદાસ મોતીલાલ હિરાણી ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમૂખ જમનાદાસ ટપુભાઈ પરમાર અને મંત્રી કેશવલાલ આર. ચાવડા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.