મોરબી શહેરના શનાળા-ઘુનડા રોડ ઉપર શિવમ બંગલો પાછળ કાચા રસ્તેથી સીટી એ ડિવિઝન પોલીસે સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સની અટકાયત કરી છે, પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ તથા રીક્ષા સહિત કુલ રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે આરોપી રીક્ષા ચાલકની પૂછતાછમાં દેશી દારૂ મોરબીના જ એક શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગના હોય તે દરમિયાન શનાળા-ઘુનડા રોડ ઉપર શિવમ બંગલો પાછળ કાચા રસ્તેથી શંકાસ્પદ હાલતમાં આવતી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૩-બીએક્સ-૯૩૨૮ વાળી આવતા તેને રોકી, પોલીસે તેની તલાસી લેતા તેમાંથી અલગ અલગ ૧૦ બાચકામાં ભરેલ ૪૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૮૦ હજાર સાથે આરોપી શનીભાઈ શાંતિલાલ કડેવાર ઉવ.૩૨ રહે.મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં.૩ મોરબી વાળાની અટક કરવામાં આવી હતી. જ્યારે આ દેશી દારૂ મોરબી કંડલા બાયપાસ તુલસીપાર્કમાં રહેતા મયુરભાઈ મનસુખભાઇ લોરીયા પાસેથી મેળવ્યો હોવાનું પકડાયેલ આરોપી દ્વારા જણાવતા પોલીસે સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી, સીએનજી રીક્ષા તથા દેશી દારૂ સહિત ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.









