પોલીસે કુલ ૩૩૬ નંગ વિદેશી દારૂ તથા સ્વિફ્ટ કાર સહીત ૬.૩૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે વાવડી ચોકડી ઓવરબ્રિજ નજીકથી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ૩૩૬ નંગ બોટલ સાથે કાર ચાલક આરોપીની ધરપકડ કરાઈ છે. જયારે માલ મોકલનાર આરોપીને ફરાર દર્શાવી વિદેશી દારૂ સહીત ૬.૩૩ લાખનો મૂડમાં કબ્જે લઇ બંને વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોબધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન હેડ કોન્સ.ચકુભાઇ કરોતરા તથા હેડ કોન્સ. એ.પી.જાડેજાને મળેલ બાતમી આધારે મોરબી માળીયા હાઇવે તરફથી સ્વીફ્ટ કાર રજી.જીજે-૧૬-બીકે-૪૯૦૧ મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા ઉપરોક્ત સ્વીફ્ટ કાર વાવડી ચોકડી ઓવરબ્રીજ પાસેથી મળી આવતા સ્વીફટ કારમાથી રેઇડ દરમ્યાન વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૬ કિ.રૂ.૧,૩૩,૨૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય તેમજ સ્વીફટ કારની કી.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કુલ ૬,૩૩,૧૨૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. જેથી સ્વીફ્ટ કારના ચાલક એવા આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળ રહે.વાંકલપુરા મહાબારા તા.જી. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જયારે રાજસ્થાનથી માલ મોકલનાર આરોપી સુરેશભાઇ કાગા રહે.મિઠરૌ તા.ચૌહટન જી.બાડમેર(રાજસ્થાન)નું નામ ખુલતા તેને પકડી લેવા તપાસની ગતિવિધિ શરૂ કરીને બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.