Wednesday, March 11, 2026
HomeGujaratમાળીયા(મી)ના હરિપર નજીક બે ડમ્પર વચ્ચે દબાઈ જતા ડ્રાઈવરનું મોત

માળીયા(મી)ના હરિપર નજીક બે ડમ્પર વચ્ચે દબાઈ જતા ડ્રાઈવરનું મોત

કંડલા-મોરબી નેશનલ હાઇવે પર માળીયા(મી)ના હરિપર ગામ નજીક બંધ પડેલા ડમ્પરને ધકકો મારતી વખતે ગફલતભરી રીતે રિવર્સ લેતા એક અન્ય ડમ્પરનો ચાલક બે ડમ્પર વચ્ચે દબાઈ જતા તેનું મોત થયું હતું. આ મામલે માળીયા(મી) પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી): કંડલા-મોરબી નેશનલ હાઇવે પર હરીપર રેલવે બ્રિજ પાસે એક ડમ્પરના ચાલકનું મોત થયું હોવાની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ, હરીયાણાના સંજય ભૈયારામ કશ્યપ ઉવ.૪૬ તથા અન્ય પાંચ ડમ્પરના સાથીઓ ડમ્પર લઈને જામનગર રિલાયન્સ કંપની ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન માળીયા તરફ જતા રસ્તે પાંચ પૈકી એક ડમ્પર અચાનક બંધ પડી ગયું હતું. તેને ફરી શરૂ કરવા માટે પાછળથી આવેલા અન્ય ડમ્પર દ્વારા ધકકો મારી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડમ્પર ચાલક આરોપી પ્રદીપ રમેશ કશ્યપે આગળ પાછળ જોયા વગર એકદમ ગફલતભરી રીતે અને ફુલ સ્પીડમાં ડમ્પર રિવર્સ લઈ બંધ ડમ્પરને ધકકો માર્યો હતો. તે સમયે સંજય ભૈયારામ કશ્યપ બંને ડમ્પર વચ્ચે ઉભા હોવાથી તેઓ વાહનોના ઠાઠા વચ્ચે દબાઈ ગયા હતા, જેના કારણે સંજય ભૈયારામ કશ્યપને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે આરોપી ડમ્પર ચાલક પ્રદીપ રમેશ કશ્યપ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!