માળીયા(મી)-કંડલા નેશનલ હાઇવે ઉપર હરિપર ગામથી આગળ રોડ ઉપર બંધ પડેલ ટ્રકની પાછળ આઇસર ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઇસર ચાલકનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટ્રક ચાલકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી મૃતક આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના જાલણસર ગામના રહેવાસી પંકજભાઈ અરજણભાઈ ગોંડલીયા પોતાના હવાલા વાળો ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૭૧૯૧ લઈને અમદાવાદથી ચોખા ભરીને મુન્દ્રા ખાતે ખાલી કરવા જઈ રહ્યા હોય તે દરમિયાન રાત્રીના ૨.૩૦ વાગ્યાની આસપાસ માળીયા(મી) ના હરિપર ગામ નજીક એસ.એસ.સોલ્ટ નામના મીઠાના કારખાના સામે તેમના ટ્રકનું થાય ફાટતા ટ્રક રોડના ડિવાઈડર સાઈડમાં ઉભો રહી ગયેલ હોય જેથી ટ્રક ચાલક પંકાજભાઈએ તુરંત પોતાના ટ્રક વાહનની સિગ્નલ લાઈટો ચાલુ કરી અને પોતાના હાથમાં હાથબત્તી લઈને ટ્રકની ઓઅછલ ઉભા રહીને ઓઅછલ આવતા વાહનોને સાઈડમાં ચાલવા ઈશારા કરતા હોય આ દરમિયાન એક આઇસર રજી.નં. આરજે-૧૯-જીજી-૭૩૬૪ ના ચાલક દેવારામ છોગારામ દારા ઉવ.૩૦ રહે. રામપુરીયા જી.જોધપુર(રાજસ્થાન) વાળાએ પોતાનો આઇસર ટ્રક ફૂલ સ્પીડમાં અને ગફતભરી રીતે ચલાવી આવી ધડાકાભેર બંધ પડેલ ટ્રકની પાછળના ભાગમાં અથડાયો હતો. અકસ્માતના બનાવ બાદ આઇસર ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલક દેવારામને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાંથી તેને માળીયા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. હાલ અકસ્માતના બનાવ અંગે માળીયા(મી) પોલીસે પંકાજભાઈની ફરિયાદને આધારે આરોપી મૃતક આઇસર ચાલક દેવારામ સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.









