Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેરના કેરાળા ગામ નજીક બાઇક ભેંસ સાથે અથડાતા ચાલકનું મોત

વાંકાનેરના કેરાળા ગામ નજીક બાઇક ભેંસ સાથે અથડાતા ચાલકનું મોત

નેશનલ હાઇવે ઉપર અચાનક આડી ઉતરેલ ભેંસ સાથે ડબલ સવારી બાઇકની ટક્કર,એક ઇજાગ્રસ્ત

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ગારીડા ગામથી વાંકાનેર મોટર સાયકલમાં પરત આવી રહેલ રાતીદેવરી રહેતા જીસીબીના માલીક અને ડ્રાઈવરને હાઇવે રોડ ઉલર કેરાળા ગામના બોર્ડ પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં રોડ ઉપર અચાનક આડી ઉતરેલ ભેંસ સાથે મોટર સાયકલ અથડાયું હતું, જેથી બાઇક ચાલક અને પાછળ બેઠેલ રોડ ઉપર નીચે પટકાતા બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડયા હતા, મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાને કારણે રાજકોટ રીફર કરાયા હોય જ્યાં તેમનું બે દિવસની સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૯/૧૧ના રોજ જી.સી.બી. ડ્રાઈવર કમલાકાંતભાઈ દુર્ગાપ્રસાદ ચૌધરી રહે.હાલ આરાધના ગેસ્ટ હાઉસ ચંદ્રપુર વાંકાનેર મૂળ વિશુનાપુર, ઉત્તરપ્રદેશવાળા અને તેમના શેઠ પુનાભાઈ મંગાભાઈ વોરા રહે. રાતીદેવરી તા.વાંકાનેર વાળા ગારીડા ગામે ગ્રામ પંચાયતના ગટરના કામ માટે ગયા હતા જ્યાંથી તેઓ સાંજના ૬:૩૦ વાગ્યે કામ પેન્ડિંગ રાખીને જી.સી.બી. સ્થળ પર રાખીને મોટર સાઇકલ રજી.નં. જીજે-૦૩-સીએન-૦૫૮૦ ઉપર વાંકાનેર પરત ફરી રહ્યા હતા. જે મોટર સાયકલ પુનાભાઈ ચલાવતા હતા અને કમલાકાંતભાઈ પાછળ બેઠેલા હતા. ત્યારે નેશનલ હાઇવે પર કેરાળા બોર્ડ પાસે દ્રારકાધીશ હોટલની સામે ભેંસ અચાનક રસ્તા પર આવી જતા ભેંસ સાથે મોટર સાયકલની ટક્કર થઈ અક્ષણત સર્જાયો હતો. આ કારણે મોટરસાયકલ ઉપરથી બંને રોડ ઉપર પટકાતા બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી.

અકસ્માતના બનાવમાં કમલાકાંતભાઈને અને પુનાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત વાંકાનેર સરકારી દવાખાને સારવાર આપવામાં માટે લવાયા હતા, જેમાં પુનાભાઈને માથા અને શરીરે ગંભીર ઈજાઓને કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેઓની બે દિવસની ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવ અંગેની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!