વાંકાનેરના પડધરા-મકતાનપર રોડ ઉપર આણંદપરના પાટીયા પાસે ઓવર સ્પીડમાં આવતા બાઇકને ચાલકે બાઇક ઉપર કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેથી રોડ ઉપર પટકાયેલ ચાલકને માથાના ભાગે અને શરીતલરે ગંભીર ઇજાઓ પહોચતા ટૂંકી સારવાર દરમિયાન બાઇક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર માટેલ ગામે રહેતા રાહુલભાઈ બેચરભાઈ ઘેણોજા ઉવ.૨૬ ગત તા. ૦૭/૦૮ ના રોજ રાત્રીના રાહુલભસી પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. જીજે-૩૬-એક્યુ-૫૫૦૨ લઈને માટેલથી વાંકાનેર જી રહ્યા હોય તે દરમિયાન પાડધરા-મકતાનપર રોડ ઉપર પુરઝડપે ચાલતા બાઇક ઉપર રાહુલભાઈએ કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ રોડની સાઈડમાં ઉતરી ગયું હતું, જે અકસ્માતની ઘટનામાં રાહુલભાઈને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા રાહુલભાઈને અર્ધ બેભાન હાલતમાં ૧૦૮ મારફત સારવાર અર્થે આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ટૂંકી સારવારમાં રાહુલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ હરેશભાઇ બેચારભાઈ ઘેણોજાએ મૃતક રાહુલભાઈ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે