મોરબીના માળીયા હાઇવે પર આવેલ ગુંગણ ગામના પાટિયા થી મોરબી આવવાના રસ્તા પર રોંગ સાઈડમાં આવતુ બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો ત્યારે બાઈક ચાલકનું મોત નિપજ્યું છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માળિયા હાઇવે પાસે ગુંગણ ગામના પાટિયા થી મોરબી આવવાના રસ્તા પર હીરો સ્પ્લેન્ડર પ્રો બાઈક રજી.નં. જીજે-૦૧-સીએફ- ૮૬૦૦ વાળા નો ચાલક રોંગ સાઈડમાં બાઈક ચલાવી આવતા હોઈ ત્યારે તેમનું બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઈક ચલાવી રહેલ સુરેશભાઈ શિવાભાઈ જંજવાડીયા ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.