Wednesday, June 25, 2025
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક બંધ ટ્રકના ઠાઠામાં સીએનજી રીક્ષા અથડાતા ચાલકનું મૃત્યુ.

મોરબીના પીપળી ગામ નજીક બંધ ટ્રકના ઠાઠામાં સીએનજી રીક્ષા અથડાતા ચાલકનું મૃત્યુ.

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક મનીષ કાંટાની સામે રોડ ઉપર જાહેરમાં કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વગર બંધ હાલતમાં પડેલ ટ્રકની પાછળના ભાગે સીએનજી રીક્ષા અથડાઈ હતી, જે અકસ્માતના બનાવમાં રીક્ષા ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા અને ભાડે સીએનજી રીક્ષા ચલાવતા જયેશભાઇ પ્રભુભાઈ જીતીયા ગઈ તા. ૨૦/૦૬ ના રોજ સવારમાં પોતાના હવાલા વાળી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૯૪૧૦ લઈને મોરબીથી પાવડીયાળી જતા હોય તે દરમિયાન હળવદ રોડ ઉપર પીપળી ગામે મનીષ કાંટાની સામે ટ્રક રજી.નં. જીજે૦૩-બીડબ્લ્યુ-૫૧૫૨ ના ચાલકે પોતાનો ટ્રક બંધ હાલતમાં રોડ ઉપર ટ્રકની આગળ પાછળ કોઈ આડશ કે સિગ્નલ મુક્યા વગર રોડ ઉપર ટ્રક ઉભો રાખ્યો હોય, ત્યારે જયેશભાઇ સીએનજી રીક્ષા સાથે બંધ ટ્રકની પાછળ અથડાતા, તેઓને મેથ્સમાં અને ચહેરા ઉપર ગંભીર ઇજા પહોંચતા, તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતમાં મૃત્યુના બનાવ અંગે મૃતકના પિતા પ્રભુભાઈ બેચરભાઈ જીતીયા ઉવ.૫૮ વાળાએ તાલુકા પોલીસ સમક્ષ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!