જાહેર રોડ ઉપર આગળ પાછળ આડશ કે સિગ્નલ વગર ઉભું રાખેલ ડમ્પરે આશાસ્પદ યુવકનો જીવનદીપ બુઝાવ્યો.
મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામથી લૂંટાવદર ગામ વચ્ચે આવેલ નાલા નજીક જાહેર રોડ ઉપર ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પરની આગળ પાછળ કોઈ આડશ કે સિગ્નલ આપ્યા વગર ઉભું રાખેલ ડામોરને પાછળના ભાગે છકડો રીક્ષા અથડાતા થયેલ અકસ્માતમાં છકડો રીક્ષાના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના લીલાપર રોડ જકાત નાકા પાસે રહેતા રવિભાઈ માનસંગભાઈ હળવદીયા ઉવ.૨૮ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર રજી.નં. જીજે-૩૬-ટી-૪૭૦૦ ના ચાલક બિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, ગઈ તા.૧૭/૦૬ના રોજ સવારે ફરિયાદી રવિભાઈના મોટાભાઈ રાજુભાઇ ઉવ.૩૦ પોતાનો છકડો રજી.નં. જીજે-૦૩-એયુ-૫૦૩૪ લઈને શાકભાજી વેચવા ગયા હોય ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળુ ડમ્પર રજી નં.જીજે-૩૬-ટી-૪૭૦૦ વાળુ મોરબી નવલખી રોડ ઉપર બરવાળા ગામ તથા લુટાવદર ગામ વચ્ચે આવેલ નાલા પાસે જાહે૨ રોડ ૫૨ મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે આગળ પાછળના ભાગે કોઇ આડશ કે સિગ્નલ કે આડસ કર્યા વગર ઉભુ રાખેલ હોય ત્યારે ફરીયાદીના મરણજનાર ભાઇ રાજુભાઇ માનસંગભાઈ હળવદીયાની છકડો રીક્ષા ડમ્પરના પાછળના ઠાઠાના ભાગે ભડકાય જતા છકડો રીક્ષાના ચાલક રાજુભાઈને છાતીના ભાગે તથા શરીરે તથા વાંસાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતમાં મોતની આ ઘટના મામલે નોંધાયેલ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે