Thursday, December 26, 2024
HomeGujaratટંકારાના વિરપર ગામે સ્વીફ્ટ કારે મોટર સાયકલને ઠોકરે ચડાવતા ચાલકનું મૃત્યુ

ટંકારાના વિરપર ગામે સ્વીફ્ટ કારે મોટર સાયકલને ઠોકરે ચડાવતા ચાલકનું મૃત્યુ

ટંકારાના વિરપર ગામ નજીક હાઇવે રોડ ઉપર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં સ્વીફ્ટ ડિઝાયર કાર ચાલકે મોટર સાયકલને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે મોટર સાયકલના વૃદ્ધ ચાલક મોટર સાયકલ સહિત રોડ ઉપર પટકાતા વૃદ્ધને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમનું મૃત્યુ નીપજતા મૃતકના પુત્ર દ્વારા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, શનાળા રોડ ઉપર આવેલ મોરભગતની વાડીમાં રહેતા ગૌતમભાઈ ગોવિંદભાઇ પરમાર ઉવ.૪૨એ ટંકારા પોલીસ મથકમાં સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૦૩-ઈઆર-૭૨૬૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૦/૧૧ના રોજ આરોપીએ તેના હવાલાવાળી સ્વીફટ ડીઝાયર કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પિતાના હવાલાવાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- જીજે-૦૩-એચડી-૯૭૪૩ની પાછળ ભટકાડતા ફરિયાદીના પિતા રોડ ઉપર પટકાયા હતા, જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ પોલીસે માર્ગ અકસ્માતમાં મૃત્યુના બાબાવ મામલે સ્વીફ્ટ કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!