Monday, May 5, 2025
HomeGujaratહળવદના નવા દેવળીયા નજીક બંધ પડેલ ટ્રકના ઠાઠામાં ટ્રક ઘુસી જતા ચાલકનું...

હળવદના નવા દેવળીયા નજીક બંધ પડેલ ટ્રકના ઠાઠામાં ટ્રક ઘુસી જતા ચાલકનું મોત.

હળવદ-માળીયા હાઇવે ઉપર નવા દેવળીયા ગામના બોર્ડ નજીક રોડ ઉપર બંધ પડેલ ટ્રકના ચાલકે કોઈ આડસ કે લાઈટ રીફલેક્ટર રાખ્યા વિના પોતાનો ટ્રક બંધ હાલતમાં રોડ ઉપર ઉભો રાખ્યો હોય તે દરમિયાન અમદાવાદ તરફથી આવતો એક ટ્રક આ બંધ પડેલ ટ્રકના પાછળના ભાગમાં અથડાઇ અકસ્માત સર્જાયો હતી, જેમાં ટ્રકના ઠાઠામાં ભટકાયેલ ટ્રકની કેબીનમાં દબાઈ જતા, ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતનો બનાવ બનતા, બંધ પડેલ ટ્રકનો ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હતો, ત્યારે મૃતકના કુટુંબી કાકાની ફરિયાદને આધારે પોલીસે આરોપી બંધ પડેલ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છના ગાંધીધામ ખાતે ગીતાંજલી ટ્રાન્સપોર્ટમાં રહેતા મૂળ રાજસ્થાનના બ્યાવર જીલ્લાના ગોગેલા ગામના વતની અર્જુનસિંહ નારાયણસિંહ રાવત ઉવ.૩૪ એ હળવદ પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. આરજે-૪૮-જીએ-૦૫૩૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૪/૦૫ના રોજ રાત્રીના અર્જુનસિંહનો કુટુંબી ભત્રીજો મોકમસીંગ ખુમાનસીંગ રાવત ગીતાંજલી ટ્રાન્સપોર્ટની ટ્રક રજી.નં. જીજે-૦૩-બીવી-૬૬૧૮ અમદાવાદથી ગાંધીધામ કોલસો ખાલી કરીને આવતા હોય તે દરમિયાન હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નવા દેવળીયા ગામના બોર્ડ પાસે આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક રાતના સમયે રોડ ઉપર બંધ પડી ગયેલ હોવા છતા, ટ્રકની પાછળની સાઈડમાં સીગ્નલ તેમજ કોઈ રીફલેક્ટર કે આડશ ન કરી હોય જેને કારણે ટ્રકના પાછળના ઠાઠામા ફરીયાદી અર્જુનસિંહના કુટુંબી ભત્રીજાએ ગાંધીધામ ગીતાજંલી ટ્રાન્સપોર્ટની ટ્રક ભટકાય જતા, ટ્રકના આગળની કેબીનનો બુકડો બોલી જતા, ટ્રક ચાલક મોકમસીંગ કેબિનમાં દબાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મરણ ગયેલ હોય. જ્યારે બંધ પડેલ ટ્રક ચાલક આરોપી પોતાના હવાલાવાળી ટ્રક સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. હાલ હળવદ પોલીસે આરોપી બંધ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!