Sunday, March 9, 2025
HomeGujaratવાંકાનેર નજીક બેકાબુ ટ્રક ટ્રેઇલર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત.

વાંકાનેર નજીક બેકાબુ ટ્રક ટ્રેઇલર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત.

વાંકાનેર ટોલનાકાથી આગળ ચોટીલા તરફ શિવશક્તિ હોટલ સામે રોડ ઉપર બેકાબુ ટ્રક ટ્રેઇલર પ્રથમ આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાયા બાદ રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાતા ટ્રક ટ્રેઇલર ચાલકને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશ રાજ્યના જોનપુર જીલ્લાના ભોપતપુર ગામના રહેવાસી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલ ઉવ.૩૪ વાળા કે જેઓ ટ્રક-ટેન્કર રજી.નં. જીજે-૩૯-ટી-૪૮૧૫ ચલાવતા હોય ત્યારે ગઈકાલ તા.૦૭/૦૩ના રોજ વાંકાનેર ટોલટેકસથી ચોટીલા તરફ આગળ શીવશકિત મહાદેવ ટી સ્ટોલ નાસ્તા હાઉસની સામે ટ્રક-ટેઇલર રજી નંબર. એનએલ-૦૧-એડી-૧૮૪૯વાળાના ચાલક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે બેફિકેરાઇથી ચલાવી આવી ફરીયાદીના ટ્રક-ટેન્કરના પાછળના ભાગે અથડાવી પોતાના વાહન પરનો કાબુ ગુમાવી આગળ ડીવાઇર સાથે અથડાતા ટ્રક-ટ્રેઇલર ચાલકને માથાના કપાળમા, શરીરે પેટના ભાગે, બન્ને પગે સાથળના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોય, ત્યારે ટ્રક-ટેન્કર ચાલકની ફરિયાદને આધારે મૃતક ટ્રક-ટ્રેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!