Monday, January 5, 2026
HomeGujaratમોરબીના મકનસર નજીક ડબલ સવારી બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત, એક ઘાયલ

મોરબીના મકનસર નજીક ડબલ સવારી બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત, એક ઘાયલ

મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર નજીક નેશનલ હાઈવે ઉપર ડબલ સવારી બાઈક સ્લીપ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બંને મિત્રો રોડ ઉપર પટકાતા, બાઇક ચાલક મિત્રને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા મિત્રને ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના મકનસર નજીક નેશનલ હાઈવે રોડ પર બાઈક સ્લીપની દુર્ઘટનામાં યુવાનનું મોત થયું છે, આ અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી વિપુલભાઈ ભરતભાઈ વરાણીયા ઉવ.૨૫ રહે. ત્રાજપર ખારી તા.જી. મોરબી વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૩૧/૧૨/૨૦૨૫ના રોજ બપોરના સમયે ફરિયાદી અને તેનો મિત્ર બાબુભાઈ ઉર્ફે રાજુ પોતાના હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં. જીજે-૩૬-બીએ-૧૨૭૩ લઈને આવ્યા બાદ, બન્ને મિત્રો મોરબીથી જાંબુડીયા તથા મચ્છોનગર વિસ્તારમાં કામ સબબ ગયા હતા અને સાંજ બાદ ફરી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રિના આશરે સાડા આઠથી નવ વાગ્યાની આસપાસ બંને રફાળેશ્વરથી મકનસર તરફ હાઈવે રોડ પરથી જઈ રહ્યા હતા, તે દરમિયાન બાબુભાઈએ મોટરસાઈકલ વધુ ઝડપે ચલાવતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને મોટરસાઈકલ સ્લીપ થતાં ફરિયાદી પાછળથી રોડ પર પડી ગયો હતો, જ્યારે ચાલક બાબુભાઈ બાઈક સાથે ડિવાઇડર સાથે અથડાયો હતો. અકસ્માતમાં બંનેને ઇજાઓ પહોંચી હતી, જેમાં બાબુભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદીને હોઠ તેમજ શરીરે ઇજાઓ થતાં મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ પોલીસે મૃતક આરોપી બાબુ ઉર્ફે રાજુભાઇ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!