Monday, March 23, 2026
HomeGujaratમોરબીના રાપર નજીક ટેન્કર પાછળ સુપર કેરી અથડાતાં ચાલકનું મોત, એક ઘાયલ

મોરબીના રાપર નજીક ટેન્કર પાછળ સુપર કેરી અથડાતાં ચાલકનું મોત, એક ઘાયલ

મોરબીના રાપર ગામની સીમમાં હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર પાણીના ટેન્કર પાછળ સુપર કેરી વાહન અથડાતા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે સાથે બેઠેલ ચાલકનો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર અકસ્માતના બનાવ મામલે ટેન્કરના ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે સુપર કેરી વાહનના મૃતક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં પાણી ભરેલા ટ્રક ટેન્કર પાછળ મારૂતિ સુઝુકી સુપર કેરી લોડિંગ વાહન પુરઝડપે અથડાયું હતું. જેમાં ગત તા.૧૮/૦૩ના રોજ ટેન્કર રજી.નં. જીજે-૧૨-એટી-૭૭૧૩ ડિવાઇડરમાં આવેલા છોડને પાણી પીવડાવવાના કામમાં હોય ત્યારે પાછળ સ્ટોપ લાઇટ ચાલુ હોવા છતાં સુપર કેરી રજી.નં. જીજે-૩૬-વી-૮૯૮૬ના ચાલકે બેદરકારીથી વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુપર કેરીના ચાલક સાજનકુમાર હરજીભાઈ દેલવાણીયા ઉવ.૨૧ રહે. સરવડ તા.માળીયા(મી) વાળાને તથા તેમની સાથે બેઠેલા ચાલકના ભાઈ વિષ્ણુભાઈ દેલવાણીયાને માથા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન સુઓર કેરી વાહનના ચાલક સાજનકુમારનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે ટેન્કર ચાલક કમલેશભાઈ દેવાભાઈ પાંચીયા રહે. ખાખરેચી વાળાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક સાજનકુમાર સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!