મોરબીના લાલપર નજીક રોડ અકસ્માતના બનાવમાં વાંકાનેર તરફથી મોરબી આવતી ઇકો કારના ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી આવી કાર ઉપર કાબુ ગુમાવતા, ઇકો કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર જઈ રહેલા બાઇકને ઠોકરે ચડાવતા, બાઇક ચાલકને હાથ-પગ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, ભીલવાડા જીલ્લાના શાહપુર તાલુકાના નવી અરણી ગામના વતની દિનેશભાઇ રામકીશનભાઈ છછીયાર ઉવ.૨૮ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી ઇકો કાર રજી.નં. જીજે-૦૩-એચઆર-૪૮૫૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૨/૦૫/૨૦૨૫ ના રાતના આશરે સાડા આંઠેક વાગ્યે ફરીયાદી દિનેશભાઇના કાકા મહાદેવભાઈ હીરાભાઈ ગુર્જર તેમનું પ્લેટીના મોટર સાઈકલ રજી. નં. આરજે-૫૧-એસએલ-૦૬૯૫ લઈને મોરબી વાંકાનેર હાઈવે લાલપરથી રફાળેશ્વર તરફ સર્વીસ રોડ ઉપર જતા હતા ત્યારે લાલપર પાવર હાઉસની પાસે સોલો સીરામીક પાસે પહોંચતા ઉપરોક્ત ઈક્કો કારના ચાલકે પોતાની ઈક્કો કાર પુરઝડપે અને બેદરકારીથી વાંકાનેરથી મોરબી તરફ ચલાવતા કાર ઉપર કાબુ ગુમાવી, ઈક્કો કાર ડીવાઈડર કુદીને ફરિયાદીના કાકા મહાદેવભાઈના મોટર સાઈકલ સાથે અકસ્માત કરતા બાઇક ચાલક મહાદેવભાઈને ડાબા પગના જોઈન્ટ પાસે ફેકચર તેમજ શરીરમાં ડાબી સાઈડે ઈજા તેમજ પેટમાં હોજરીમાં ઈજા પહોંચી હતી, હાલ તાલુકા પોલીસે આરોપી ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે