મોરબીના રાજકોટ કંડલા બાયપાસ રોડ અમરેલી રોડના નાકા પાસે ડમ્પર રજી.નં. જીજે-૦૩-બીવાય-૫૬૨૧ ના ચાલકે પોતાનું વાહન પુરગતિએ ચલાવી આગળ જતી અબ્દુલભાઇ હુસેનભાઈ કટીયા ઉવ.૪૭ રહે. મોરબી વીસીપરા કુલીનગર-૨ વાળાના હવાલવાળી રીક્ષા રજી.નં.જીજે-૩૬-યુ-૨૩૬૪ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક અબ્દુલભાઈને મોઢાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ તથા રીક્ષામાં સાથે બેઠેલ સાહેદને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ગત તા.૦૬/૦૧ના બનેલ અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.