રાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન કરીને વાહનચાલકોમાં જાગૃતિ આવે તે વિવિધ સેમીનાર, રોડ શો જેવા અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબીમાં ભારે વાહનોના ડ્રાઇવરોને રેડિયમ અને રિફલેક્ટર બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા,
માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ જિલ્લા વહિવટી તંત્ર મોરબી દ્વારા તા.1-1-1205 થી તા. 31-1-2025 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત તા.11/01/2025 ના રોજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી દ્વારા ભારે વાહનોના ડ્રાઇવરોને રેડિયમ અને રિફલેક્ટર બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં કચેરીના મોટર વાહન નિરીક્ષક જે.કે.પ્રજાપતિએ વાહન ચાલકોને માર્ગ સલામતી બાબતે માહિતી આપી હતી. તેમજ માર્ગ પર વાહન બંધ પડે ત્યારે રિફ્લેક્ટરનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.