મોરબીના ડૉ.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીઓને નાર્કોટિક્સ માદક પ્રદાર્થની ઉત્પતિ અને તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી આપી ડ્રગ્સના સેવનથી દૂર રહેવા મેસેજ આપવામાં આવ્યો હતો.
મોરબીની ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં મોરબી એસ.ઓ.જી. પોલીસ તથા સમાજ કલ્યાણ વિભાગના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટિક્સની બદીઓ દૂર કરવા માટે અને ડ્રગ્સ અંગે જાગૃતતા લાવવા તા. ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જે કાર્યક્રમમાં નાયબ નિયામક એ.એમ.છાસીયા,એસ.ઓ.જી. ટીમના પી.એસ.આઈ. એમ.એસ.અન્સારી, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ડી.એમ. ડાભી તેમજ છાત્રાલયના છાત્રો, અને સ્ટાફગણની ઉપસ્થિતિમાં નાર્કોટિક્સ માદક પ્રદાર્થની ઉત્પતિ અને તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ડ્રગ્સના સેવનથી માનવ જીવન ઉપર થતી આડ અસરો અને આવી પ્રવુતિ ધ્યાન ઉપર આવીએ લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તે અંગેની છાત્રોને વિગતવાર સમજ આપવામાં આવી હતી.