Sunday, February 23, 2025
HomeGujaratમોરબી જિલ્લાની અલગ અલગ ત્રણ શાળા/કોલજોમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લાની અલગ અલગ ત્રણ શાળા/કોલજોમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમો યોજાયા

મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા શિક્ષણ વિભાગ સાથે રહી જિલ્લાની અલગ અલગ ત્રણ શાળા/કોલજોમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં નેસ્ટ-કે-ટ્વેલ વિદ્યાલય મોરબી, એમ.પી.દોશી વિદ્યાલય-ટંકારા અને ધ ફૈઝ બ્રાઇટ સ્કુલ વાંકાનેર ખાતે એસ.ઓ.જી. ટીમના અધિકારી કર્મચારી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ૨૩૭ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા માટે ડ્રગ્સ અંગેની જાગૃત્તા અને અવેરનેશના કાર્યક્રમો કરવા જરૂરી સુચનો આપ્યા હતા. તેમજ ગત તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા NCORD કમીટીની કલેકટર મોરબીની અધ્યક્ષતામાં મીટીગ યોજવામાં આવી હતી. જેમાં કરવામાં આવેલ ચર્ચા અને સુચના અંતર્ગત શિક્ષણ વિભાગ સાથે રહી સ્કુલ/કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અંગે જાગૃત્તા લાવવા તેમજ તેનાથી થતી આડ અસરો અંગેના અવેરનેશ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લાના વિસ્તારમાં આવેલ નેસ્ટ-કે-ટ્વેલ વિદ્યાલય મોરબી, એમ.પી.દોશી વિદ્યાલય-ટંકારા અને ધ ફૈઝ બ્રાઇટ સ્કુલ વાંકાનેર ખાતે એસ.ઓ.જી. ટીમના અધિકારી કર્મચારી, શિક્ષણવિભાગના અધિકારીઓ, સ્કુલ/કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકોની ઉપસ્થિતીમાં નાર્કોટીક્સ માદક પદાર્થની ઉત્પતી, તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી માનસ જીવન ઉપર થતી આડ-અસરો તથા આવી પ્રવૃતિ ધ્યાન ઉપર આવતા લાગતી એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેવી સમજ અંગે Power Point Presentation દ્વારા વિદ્યાર્થીઓને સમજ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ત્રણ સ્કુલોના અંદાજે ૨૩૭ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!