Monday, January 13, 2025
HomeGujaratડ્રગ્સના રેકેટનો પર્દાફાશ : ૪ કિલો હેરોઇન સાથે એક અફઘાની શખ્સને ઝડપી...

ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ : ૪ કિલો હેરોઇન સાથે એક અફઘાની શખ્સને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષકને સુરત ક્રાઇમ બ્રાંચના નાયબ પોલીસ અધિક્ષક બી.પી. રોજીયાએ બાતમી આપેલ કે, વાહીદુલ્લાહ રહીમુલ્લાહ નામનો એક અફઘાની નાગરીક દિલ્હી એન.સી.આર. વિસ્તારમાં મોટા પ્રમાણમાં હેરોઇનનું સપ્લાય કરે છે. તેમજ તે 2 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલ TERI ઇન્સ્ટીટ્યુટ ખાતે ડ્રગ્સના એક મોટા જથ્થાની સપ્લાય કરવા આવાનો છે. જે હકીકતના આધારે ગુજરાત એ.ટી.એસ.ના ના.પો.અધિ. બી.એચ.ચાવડાની આગેવાનીમાં ગુજરાત એ.ટી.એસના પો.ઇન્સ. એસ.એન.પરમાર, પો.ઇન્સ. શ્રી બી.એચ. કોરોટ, પો.સ.ઇ. એસ.કે.ઓડેદરા તથા સુરત શહેર પો.સ.ઇ વી.એ.ડોડીયાની એક ટીમે નવી દિલ્હી રવાના થઈ હતી.

- Advertisement -
- Advertisement -

ગુજરાત એ.ટી.એસ.ની ટીમ તથા ક્રાઇમ બ્રાંચ દિલ્હીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમીની જગ્યાએ રેડ કરતા વાહીદુલ્લાહ રહીમુલ્લાહ નામનો શખ્સ ઝડપાયો હતો. જેની પોલીસ દ્વારા પૂછપરછ કરતા અન્ય સ્થળોએ તપાસ કરી ૪ કિલો હેરોઇન ઝડપી પાડવામાં આવી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.૨૦ કરોડ કિંમત છે. જે બાબતે દિલ્હી ક્રાઇમ બ્રાંચ ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ આ ગુણ અંગે આગળની તપાસ દિલ્હી ક્રાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પકડાયેલ આરોપી વાહીદુલ્લાહ રહિમી મુળ કંધાર, અફઘાનીસ્તાનનો રહેવાસી છે તથા તેનો પરિવાર માતા-પિતા, ભાઇઓ અને બહેન સાથે વર્ષ ૨૦૧૬માં મેડીકલ વીઝા ઉપર ભારત આવેલ હતા. પરંતુ બાદમાં તે મેડીકલ વીઝા એક્ષ્ટેન્ડ કરાવી હાલ જોગા બાઇ એક્ષ્ટશન, ગલી નં ૨, સર્ફિના રોડ પાસે, સાઉથ દિલ્હી, નવી દિલ્હી ખાતે રહેતો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!