પાકિસ્તાનથી આ જથ્થો રાજકોટના પડધરી સુધી પહોંચી ગયો કઈ રીતે પહોચ્યો ,કોને પહોંચાડ્યો સહિતના સવાલોના જવાબ મેળવવા ઝડપાયેલ ઇસમના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ગુજરાત એટીએસ દ્વારા ટૂંકા સમયમાજ હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને ગુજરાતમાં અને ભારતમાં ડ્રગ્સ ઘુસાડી ને યુવાધન ને બરબાદ કરતા તત્વો પર એટીએસ કાળ બનીને ત્રાટકી રહી છે.
આ જ રીતે આજે રાજકોટમાંથી પણ ૨૧૪ કરોડનું ડ્રગ્સ સાથે નાઇજિરિયન શખ્સ ને ઝડપી લેવામાં આવ્યો છે ગુજરાત એટીએસ ને બાતમી મળી હતી કે રાજકોટના જામનગર રોડ પર ડ્રગ્સની ડિલિવરી થવાની છે પણ કઈ જગ્યાએ થવાની છે કોણ કરવાનું છે એ માહિતી ન હતી પરંતુ આ તો ગુજરાત એટીએસ સતત કલાકો સુધી વોચ ગોઠવી ને અંતે એટીએસ ની નજર એક પાર્સલ પર પડી હતી જે પાર્સલ કોઈ લેવા તો નહોતું આવ્યું પરન્તુ એ પાર્સલ ને ખોલી ને ચેક કરતા ૩૧ કિલો હેરોઇન ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો અને સાથે એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જેમાં અમુક જરૂરી વિગતો પણ મળી હતી જેથી એટીએસ દવારા તપાસ આગળ વધારી ને આ પાર્સલ જેને પહોંચાડવાનું હતું તેની વિગતો એ ચિઠ્ઠી માં હોવાનું સામે આવ્યું હતું જેથી એટીએસ દ્વારા નકલી પાર્સલ તૈયાર કરી ને એ વ્યક્તિનો સંપર્ક કરી ને દિલ્હી ખાતે પાર્સલ આપવા ગયા હતા અને ત્યાં આ પાર્સલ લેવા આવેલ નાઇજિરિયન શખ્સ એકવુનીફ મર્સિ સન ઓફ ઓકાફર વૉબગો (રહે.હાલ સી ૬ બી,આનંદ વિહાર, ઉત્તમ નગર દિલ્હી ,મૂળ રહે. લાગો સીટી ,ઓસોડી ,24 સ્ટ્રીટ બેલે નાઇજિરિયા) ને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે તેમજ આ શકશ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી વકીલ સંજય વોરા ની દલીલો ને માન્ય રાખીને કોર્ટે નાઇજિરિયન ઇસમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
તેમજ આ જથ્થો પાકિસ્તાન થી આવ્યો હોવાનું ખુલ્યું હતું પણ આ પાર્સલ અહી સુધી પહોંચાડવામાં ખુબ ચાલાકી વાપરવામાં આવી છે આ પાર્સલ પાકિસ્તાન થી અહી સુધી પહોંચી ગયું પણ કોઈ પણ વ્યક્તિ એક બીજાના સીધા સંપર્કમાં આવ્યા નથી અને આ પાર્સલ લેનાર છેલ્લો વ્યક્તિ એટીએસ ના હાથે ચડ્યો છે અને હવે આ પાર્સલ કોણ અહી મૂકી ગયું આહી સુધી પાર્સલ કાઈ રીતે પહોચ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.