Thursday, December 26, 2024
HomeGujaratખંભાળિયા નજીકથી 88 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું: રેન્જ આઈજી દ્વારા સત્તાવાર...

ખંભાળિયા નજીકથી 88 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું: રેન્જ આઈજી દ્વારા સત્તાવાર માહિતી અપાઈ

ગુજરાતના દરિયાઈ માર્ગ પરથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને સફળતા મળી છે. આજે ૧૭.૬૫૧ કિ.ગ્રા . હેરોઇન તથા મેથાએમફેટામાઇન જેની કિમત રૂ . ૮૮.૨૫ કરોડના જંગી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને દેવભૂમિ દ્વારકા SOG અને LCB પોલીસે પકડી પડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીના નામ ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે.

- Advertisement -
- Advertisement -

ડ્રગ્સ પ્રકરણ અંગે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘે દ્વારકા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે પોલીસને ખાનગી રહે બાતમી મળી કે મુંબઈના થાણેમાં રહેતો શેહઝાદ ધોસી તા .૦૭ / ૧૧ / ૨૦૨૧ ના રોજ જામ ખંભાળીયા આવેલ હતો અને આરતી ગેસ્ટહાઉસમાં રોકાયેલ હતો જે નશીલા પદાર્થ ડ્રગ્સની હેરફેર કરવા માટે આવેલ હતો અને તા , ૦૯ / ૧૧ / ૨૦૨૧ ના રોજ આરતી હોટલથી ચેકઆઉટ કરી નશીલા પદાર્થ ડ્રગ્સ સાથે પરત થાણે મુંબઇ જવાનો છે , આ બાતમીના પગલે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરાધના ધામના પ્રથમ ગેટની સામેના રોડની બાજુએ એક ઇસમ નામ સજ્જાદ સિકંદર બાબુ ઘોસી (ઉ.વ. ૪૪),થાણે, રાજ્ય મહારાષ્ટ્રવાળો બાતમી અનુસારની વિગતો ધરાવતો મળી આવતા કાયદાનુસાર નિયમો મુજબ તેની ઝડતી તપાસ કરતા તેના કબ્જાના બેગમાંથી કુલ- ૧૭.૬૫૧ કિ.ગ્રા . હેરોઇન તથા મેઘાએમફેટામાઇન કુલ કિમત રૂ .૮૮,૨૫,૫૦,૦૦૦ નો ડ્રગ્સનો જથ્થો તથા એક મોબાઇલ ફોન કિમત રૂ .૧૦૦૦ ગણી કુલ કિમત રૂ .૮૮,૨૫,૫૧,૦૦૦ / નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. સજ્જાદ સિકંદર બાબુની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ત્રણેય મજકુર ઇસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ , કલમ ૮ ( સી ) ૨૦ ( બી ) , ૨૩ ( સી ) , ૨૫ ( એ ) , ૨૯ મુજબ ગુન્ટો કરેલ હોય વાડીનાર મરીન પો.સ્ટે . ખાતે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે વધુમાં આરોપી સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારા બંને રહે સલાયાના ઘરે ઝડતી તપાસ કરતા આરોપી સલીમ યાકુબ કારાના ઘરેથી લાગતા વળગતા કબ્જે કરેલ પેકેટ જેવા બીજા ૪૭ પેકેટ્સ માદક પદાર્થ મળી આવેલ જેથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનુ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થવા પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!