Tuesday, June 2, 2026
HomeGujaratહળવદના અજિતગઢ નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે નશામાં ધૂત ચાલક ઝડપાયો

હળવદના અજિતગઢ નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે નશામાં ધૂત ચાલક ઝડપાયો

હળવદના અજિતગઢ નજીક પોલીસે કારમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે નશાની હાલતમાં કાર હંકારતા ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે આઈ-૧૦ કાર તથા દારૂની બોટલો કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ અને એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અજિતગઢ-ટીકર રોડ ઉપર અજિતગઢ ગામ નજીક શંકાસ્પદ હાલતમાં સર્પાકારે આવતી કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કાર ચાલક આરોપી જયદીપ હરીભાઈ ડાંગર ઉવ.૩૬ રહે. અજિતગઢ તા.હળવદ વાળાને નશાની હાલતમાં પોલીસે તેની અટક કરી કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા કિ.રૂ.૫૦૦/-મળી આવ્યા હતા. હાલ પોલીસે આઈ-૧૦ કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૯૪૦૭ તથા દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!