Saturday, January 11, 2025
HomeGujaratટંકારામાં નશામાં ધૂત ટ્રક ચાલકે બાઈક, કાર તથા પોલીસ વાનને ટક્કર મારી:બાઈક...

ટંકારામાં નશામાં ધૂત ટ્રક ચાલકે બાઈક, કાર તથા પોલીસ વાનને ટક્કર મારી:બાઈક સવાર ઈજાગ્રસ્ત

ટંકારામાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે એક નશામાં ધૂત ટ્રક ચાલકે બાઈક, કાર તથા એક પી.સી.આર વાહનને હડફેટે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. તેમજ બનાવને પગલે પોલીસે ટ્રક ચાલકને પકડી પાડી સમગ્ર મામલે પોલીસે જ ફરિયાદી બની ગુન્હો દાખલ કર્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે બપોરના સમયે GJ-13-AT-8397 નંબરનાં આઇસર ટ્રકના ચાલક અજયભાઇ રાજેશભાઇ મકવાણા (રહે-રાજકૉટ ચુનારવાડ શીવાજીનગર શેરી નં.૨૧ જી.ઇ.બી.પોલીસ સ્ટેશન સામે દુધસાગર રોડ રાજકોટ)એ પોતાની ટ્રક કેફી પ્રવાહી પીધેલ હાલતમા પુરઝડપે અને બેફીકરાઈથી પોતાની તથા મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ડ્રાઇવીગ લાયસન્સ વગર ચલાવી મિતાણા પુલ પાસે રહેલ GJ-36-AD-3626 નંબરની હિરો સ્પેલેન્ડર મોટરસાઇકલને હડફેટે લઈ મોટરસાઈકલ સવાર લોકોને શરીરે ઇજા કરી તેમજ GJ-03-ER-6747 નંબરની ઇકો રકારને હડફેટે લઈ ઇકો ગાડીમા નુકશાન કરી તેમજ પી.સી.આર વાહન પી-૧૦૦ મા જમણી બાજુ નુકશાન કરતા પોલીસે સમગ્ર મામલે આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધી તેની રૂ.૫,૦૦,૦૦૦/-ની આઇશર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!