Sunday, January 12, 2025
HomeGujaratદુબઈમાં રહી ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ નેટવર્ક ચલાવતા માસ્ટર માઈન્ડને મુંબઈ એરપોર્ટ પરથી...

દુબઈમાં રહી ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ નેટવર્ક ચલાવતા માસ્ટર માઈન્ડને મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ

દુબઈમાંથી નેટવર્ક ચલાવી ક્રિકેટનો સટ્ટો ઓપરેટ કરી સુરત સહીત શહેરોમાં ક્રિકેટનો સટ્ટો રમાડવાના કેસમાં આઠ મહિનાથી નાસતા ફરતા બુકી જિગર ટોપીવાલાને સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. આરોપી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે લુક આઉટ નોટિસ જારી કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ આરોપીને ગાંધીનગર લાવીને વધુ પૂછપરછ હાથ ધરશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત રાજ્યના DGP આશીષ ભાટિયા તથા સ્ટેટ મોનીટરીંગ સેલના અધિક પોલીસ મહાનિદેશક નીરજા ગોટરુ IPSની સુચનાના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય IPSના સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા DGP દ્વારા પ્રોહીબીશન-જુગાર તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવાની ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સક્રિય થયેલ હતી. સુરત શહેરના મોનીટરીંગ સેલ દ્વારા દાખલ કરાવેલ ક્રિકેટ સટ્ટાના ગુનામાં દુબઈથી ઓર્ગેનાઈઝર રીતે ઓનલાઈન ક્રિકેટ બેટીંગની એપ્લીકેશન બનાવી, ભારતમાં જુદા-જુદા ગ્રાહકોને ઓનલાઈન માસ્ટર આઈ.ડી. આપી, દુબઈ ખાતેથી ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ મોટુ નેટવર્ક ચલાવી રહેલ મુખ્ય સુત્રધાર જીગર દિપકકુમાર ટોપીવાલા ઉર્ફે જીગર ટોપીવાલા દુબઈ ખાતે હોય અને ઉપરોક્ત ગુનામાં નાસતો-ફરતો હોય તેને પકડવા માટે Look out circular બહાર પાડવામાં આવેલ હતો. તે આધારે આરોપી દુબઈ થી મુંબઈ ખાતે આવતાં, મુંબઈ એરપોર્ટ ઓથોરીટી દ્વારા તેને અટકાયતમાં લીધેલ હોય તેનો કબ્જો મેળવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી જીગર દિપકકુમાર ટોપીવાલા ઉર્ફે જીગર ટોપીવાલા દુબઈ ખાતે રહી, ક્રિકેટ મેચના સટ્ટા બેટીંગની ઓનલાઈન એપ્લીકેશન બનાવી, ભારતમાં જુદા-જુદા ગ્રાહકોને ઓનલાઈન એપ્લીકેશનના માસ્ટર આઈ.ડી. આપી, દુબઈ ખાતેથી ઓર્ગેનાઈઝ્ડ રીતે ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ મોટુ નેટવર્ક ચલાવતો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!